--- સેવા અને સાધના........
જીવો ત્યાં સુધી સેવા કરો...સેવા ન ભૂલો.....
સેવા એ જ સાધના છે...
સેવા સીધી પણ થાય અને અલગ રીતે પણ થાય ....
એટલે કે રસોઈ બનાવીને પણ કોઈને જમાlડ્ય અને અનાજ આપીને
કે તયાર ભlજન ખવડાવીને પણ ભૂખ ભાંગી શકાય ..
સીધા ભણાવી શકાય અથવા ભણવાની ફી પણ આપી શકાય
કે પુસ્તકો આપીને પણ ભણવા માં મદદ થઇ શકે....
સેવાના અનેક પ્રકાર છે.
સાધુના પગ દબાવીને પણ ન્સેવા થાય કે તેમને કોઈ મદદ કરીને પણ સેવા થાય.>>
ગરીબને પેસા આપીને પણ સેવા કરી શકાય ,મદદ થઇ શકે .
તો ગરીબને અનાજ આપી શકાય ,વસ્ત્ર પણ આપી શકાય .
દર્દીને ડોક્ટર પાસે લઇ જઈને પણ સેવા થાય કે દવા લાવી આપીને
કે પેસા આપીને પણ મદદ થઇ શકે..
સેવા નું તમાંરુ દીલ હોય તે મહત્વનું છે. .
સેવાની ભાવના મહત્વની છે.
પછી તમારી શક્તિ કેટલી છે તે જોવાનું છે.
જીવનમl સેવા તો દરેકે કરવી જ જોઈએ.
જીવન અlપને મળ્યું છે તે જ બહુ મોટી વાત છે..
તો પછી આ જીવન ને સાર્થક બનાવવું રહ્યું.
અને તેને સાર્થક અને સફળ બનાવવા સેવા જરૂરી છે.
પછી તમારા વડીલોની સેવા કરો કે ગરીબોની કરો...
સમાજની કરો કે દેશની કરો ...
દર્દીઓની સહાય કરો કે બાળકોની કરો ..
પ્રાણીઓની કરો ..
સેવા ઘણી રીતે થઇ શકે છે.
.જીવદયા અને માનવતા જ શ્રેષ્ઠ ધર્મો છે.
અl ધર્મો ને ન ભૂલો..
પ્રાણીમાત્ર માં જીવ છે..
જીવો પ્રત્યે દયા રાખવી જોઈએ....
અહીસા એ જ પરમો ધર્મ છે...
માનવતા પણ સોથી મોટો ધર્મ છે...
દરિદ્રનારાયણ ને ભગવાન કહ્યા છે...
ગરીબો ની દયા રાખો એમને મદદ કરો,
સહાયભૂત થાઓ અને કલ્યાણકારી કર્યો કરો...
જોકે સેવા કરવા તમારે ઘર છોડવાની કે સંસાર નો ત્યાગ કરવાની કોઈ જરૂર નથી.
અl મlત્રદંભ જ છે.
સેવા કરવાનું કામ એ ટલે સાધુ થવું તેમ કહેવું યોગ્ય નથી.
સંસાર માં રહી ને ઘરના બીજા કામોની વચે થોડો સમય સેવા માટે ફાળવી શકાય.
સેવા ક્ષેત્ર બહુ વિશાળ છે.
અને તમે તેને કોઈ પણ સ્વરૂપમાં મેળવી શકો છો.
માત્ર તમારી ભાવના હોવી જોઈએ.
વિશેષમાં સેવા કરવાની અભિરુચિ કેળવવી જોઈએ.
સેવા ને જીવનના બીજા રંગો ની સાથે જ અપનાવો.
જીવન અનેક રંગો નું બનેલું છે જેમlનો એક સેવા શેત્ર નો પણ છે.
સરકારી નોકરી ને સેવા પણ કહે છે. એટલેજ સેવા માટે વેતન પણ છે અને તેનો>
ભંગ કરવા માટે કડક કાયદા અને શિક્ષા ની જોગવાઈઓ પણ છે.
રાજકીય ક્ષત્ર ને પણ ઘણા સેવl તરીકે ઓળખે છે.
જોકે અlમl જેટલા મેવા આજે છે તેટલા ક્યાય નથી.
રાજકારણ નું ક્ષેત્ર આજે એશો અlરlમ અને ધન દોલત આપતું ગણાય છે. એ સેવા બીજાની લે છે .
જો કે સેવા પણ હેવે કેરિયર બની રહી છે.રાજનીતિની જેમ.
અપને ત્યાં સેવા અવેતન ગણાતી આવી છે.
જયારે પશ્ચિમના દેશો માં સેવા નો વ્યાપ સવેતન ગણાય છે.
હવે અlપને ત્યાં પણ અનેક કોર્સીસ અને ડીગ્રીઓ શરુ થયા છે.
.અને જોબ મળી શકે છે.
એટલેકે સવેતન સેવા બનવા માંડી છે.
સેવા ખરેખર તો તમારા આનંદ માટે છે, શાંતિ માટે છે. અઆતમ કલ્યાનાર્થે છે..
એથી રોજ નહિ તો અઠવાડિયે થોડા કલાક કે મહિનામાં
એક બે દિવસ પણ સેવા માટે ફાળવવા તમારા પોતાનાજ હિતમાં છે.
વડીલોને સેવા કરો .દુખી ગરીબ લોકો કે બાળકોની સેવા કરો..
તમારી આસપાસના વિસ્તારમાં સફાઈ કરો કે જાગ્રતિ નો પ્રયાસ કરો.
યાદ રાખો કે માનવતા સોથી મોટો ધર્મ છે.