સમયનું /ટાઇમનું મેનેજ્મેન્ટ……
જીંદગીમાં સમય નું મહત્વ મોટું છે .
તમે સ્વીકારો કે ન સ્વીકારો પણ સમયને
અlપણે સો અlધીન છીએ.
સમય વગર કઈ શક્ય નથી.
સમયને ઓળખો સુખી થશો.
સમયને જlણો તો સફળ થશો.
સફળ થવા સમયની રાહ જુઓ.
સમય બ્ધા દુખોની દવા છે.
એવર ગ્રીન રહેવા તમારું ટાઇમ ટેબલ બનાવો.
સમય ને મેનેજ કરો.
ટાઇમ મેનેજમેન્ટ વગર આ શક્ય નથી.
તમારા જીવનને દસ વરસ કે પાંચ વરસ ના તબક્કામાં
વહેચો અને પ્લાનિંગ કરો..
ક્યારે તમારે શિક્ષણ લેવું અને ક્યારે ગૃહસંસાર નું સંચાલન કરવું
ક્યારે તમારો શોખ કેળવવો અને ક્યારે તમારે કોઈ મહત્વના
કાર્ય કે તમારા ધ્યેય પાછળ લાગવું.
આ બધી બાબતો નું આયોજન જીવનમાં થાય તે જરૂરી છે.
તેના માટે સમયનું આયોજન જરૂરી છે.
દુનિયા ઘણી આગળ વધી ગઈ છે મનુષ્ય ઘણી પ્રગતી કરી છે,
વિકાસ કર્યો છે.
પરંતુ એક વાત દીવા જેવી સ્પષ્ટ અને સત્ય છે કે દિવસના
૨૪ કલાકમાં હજુ સુધી કોઈ વધારો નથી થયો..
વરસના ૧૨ માસ કે મહિનાના દિવસોમાં કોઈ ફેરફાર નથી થયો .
યુગોથી અને વરસોથી અl સમય એનો એજ રહ્યો છે.
અને હજુ કોઈ વધારો કે વિકાસ સમયના માપમાં મળ્યો નથી આપણને ....
અલબત્ત દરેક સેકન્ડ વીતી જાય પછી નવી નથી આવતી.
દરેક પળ વીતી જiય પછી બીજી વાર નથી બનતી.
સમય સતત પરિવર્તનશીલ છે .
સદીઓથી સમય સતત ગતિશીલ રહ્યો છે.
સમય સતત બદલાય છે પરિવર્તિત થાય છે
પણ સમયનો માપ એકજ છે.
તેમાં કોઈ વધારો નથી.
દીવસના કલાકો કે વરસના દિવસોમાં કોઈ વધારો
યુગો પછી પણ નથી થયો..
તમારે જે કઈ કરવાનું છે જે કઈ શીખવાનું છે તે
અlજ માપના સમયમાં શીખી લેવાનું છે કે કરી લેવાનું છે.
એટલે જ કહે છે કે સમય કોઈનો થયો નથી અને થશે નહિ
સમય ઓછો છે અને કામો ઘણા છે
માટે કરી લો જે કાલે કરવાનું
છે તે આજે જ…..
કાલ કોણે દીથી છે ??
દુઃખનું ઓસડ દહાડા પણ એ રીતે જ એ જ અર્થમાં કહેવાયું છે.
હાથમાંથી પાણી જેમ સરકી જાય છે કે રેત જેમ મુઠ્ઠી માંથી સરકી જાય છે
તેમજ મનુષ્યના જીવનમાંથી સમય સરકી જાય છે..
સમયને કોઈ અlજ સુધી પકડી શક્યું નથી
કે સમયને કોઈ રોકી શક્યું પણ નથી…
સમય કોઈનો નથી કે નથી કોઈને ગાંઠતો …
સમયનું કોઈ બોસ નથી કે સમય કોઈનો તાબેદાર પણ નથી….
સમયને રોકી શકો કે તમારા તાબામાં રાખી શકો તો
તમે જીદગીજ
માત્ર નહિ દુનિયા જીતી ગયા તેમ સમજો…
આવો અl સમય સુખ દુઃખનો સાથી છે..
સાક્ષી પણ છે..
અlપણે કહીએ છીએ કે સમય ખરાબ છે
એટલે નિષ્ફળતા મળે છે કે સફળતા મળતી નથી..
સમય ખરાબ છે એટલે દુખ છે સમય વીતી જશે અl પણ…
અરે અlનો સિતારો બુલંદી પર છે..બસ અl નો સમય ચાલે છે ..
જો બધેજ તેની જીત છે..બોલબાલા છે…
પેસl કીર્તિ સતા બધુજ એમના હસ્તક આવી ગયું છે..
કારણ તેમનો સમય છે…
સમયના ખેલ છે ..
સુખ પણ તેને આભારી અને દુખ પણ સમયને આધીન …