Translate

Saturday, April 27, 2013

મોતી મોંઘા મોંઘા.......




મહાંન પુરુષ તે છે જે નાના માણસ સાથેના વર્તનમાં પણ મોટઈ દાખવે છે...



લોકોની ભૂલો શોધવા કરતા તેમને સમજવાનો પ્રયત્ન કરો.....



દરેકને તેની પ્રસંશા ગમે છે, કદર થાય તે ગમે છે.....



જો લોકો તમને મડી ને ખુશ થાય તેમ ઇચ્છતા હો તો તમે પણ લોકોને મળીને ખુશ થાઓ અને પ્રયત્ન કરો કે તમે



ખુશ છો....



તમારે લોકોને મડીને સમજાવવું પડશે કે તમે ખુબ કામના છો અને તે તમે તેમનું કામ કરશો તો જ સમજાશે...



હાસ્ય સોથી સસ્તું છે અને બહુ કીમતી પણ છે તેને જેમ બને તેમ વધુ વાપરશો તેમ વધુ કમાશો...



ઈશ્વરનું નામ લેવું સૌથી સસ્તું છે અને સૌથી વધુ લાભ દાયક પણ આજ વસ્તુ છે......



બોલવામાં મીઠાશ રાખશો તો ઘણા કામ આસન થશે ..



.



જેટલા વિનયી અને વિવેકી બનીને કામ લઇ શકાશે



બીજા પાસે થી તેટલું તમારો સમય ને શક્તિ બચશે.....



ચૌલા કુરુવા

ઊંઘવાની મજા......




ઊંઘવાની પણ મજા હોય છે..માન્ણી ના હોય તો માણી લો ...



ઘણાને બહુ સુવાની ટેવ હોય છે..



બસ કલાકો સુધી સુતા જ રહે ..તમે તેમને ઉઘન્શી પણ કહી શકો..



તેમને સુવામાં જ સ્વર્ગનું શુખ જાણે મળતું હોય છે...ગમે તેટલું કરો તેમને ઉઠાડવા બહુજ મુશ્કેલ હોય છે...



ઉઠે તો પણ ન્સુતાજ હોય ને પાછા સુઈ જાય..જોકે ઘણા કહે છે કે વધુ પડતું સુતા લોકો માંદા તો નથીને ...



એટલેકે જો તમને વધુ પડતી સુવાની ટેવ હોય કે તમે વારંવાર સુઈ જતા હો તો તમારે ચેક અપ કરાવી લેવું



કે કોઈ ડોકટરની સલાહ લઇ લેવી વહેલી તકે લઇ લેવી હીતા વહ છે...



પરંતુ એવા પણ લોકો છે કે જેમને ઊંઘ જ નસીબમાં નથી..



રાતો ની રાતો આમતેમ પડખા ફરીને કે પછી કઈ કામ કરીને કાઢવી પડેછે...



રાતના કામ કરતા લોકો જાગવાથી ટેવાઈ જાય છે..



તેમને પછી ઉન્ઘવા માટે ઘણીવાર ટેબલેટસ પણ લેવી પડે છે..



હવે એથી વિપરીત લોકોની વાત સાંભળીએ...



કેટલાક લોકોને ઊંઘવાની બહુ જ મજા આવતી હોય છે .



.જાણે ઊંઘ જ એમની હોબી ન હોય ...



ઊંઘવું જ તેમના માટે જાણે જીવન છે....



અ લોકો બહુ મસ્તી થી ઊંઘે છે એમને ઉઠાડવા બહુ મુશ્કેલ કામ હોય છે.....



કેટલીકવાર તમને ઈર્ષ્યા આવે એ હદે તેઓ ઊંઘના રાજા /રાની હોય છે



જાણે કોઈ સ્વર્ગના સપના જોતા હોય કે સ્વર્ગ માં બેઠા હોય તેમ તેઓ ઊંઘી જતા હોય છે બહુ મસ્તી થી ...



આજુબાજુ માં શું થાય છે કે શું થઇ રહ્યું છે તેની તેમને કોઈ પડી હોતી નથી....



તેમને તો જાણે ઊંઘવા મળીગયું એટલે કોઈએ લાખ રૂપિયા આપી ના દીધા હોય એવી લાગણી થઇ જાય છે....



બસ મજા જ મજા ને મોજ મસ્તી તેનું બીજું નામ એટલે ઊંઘ...



મેં એવા લોકો જોયા છે જેઓ બહુ મસ્તીથી બસ ટ્રેઈન કે પ્લેન પણ ન હોય



જ્યાં સમય મળ્યો કે તક મળી બસ સુવા જ માંડે છે



ને પછી સ્ટેશન આવ્યું પોતાનું ત્યારે જ ઉઠે અને ચાલવા માંડે..



.



મને આવ લોકોની જરૂર ઈર્ષ્યા આવ્યા વગર ના રહે...



કારણ મારા માટે કાર કે પ્લેન કે ટ્રીન માં સુવું બહુ મુશ્કેલ હોય છે







By Chaula kuruwa ચૌલા કુરુવા......