હકારાત્મક રર્હેવાથી જ સફળ થવાય..
સફળતાની શરત પોઝીટીવ વલણ અને વિચારો છે
નિષ્ફળતામાંથી સફળતા મળે છે.
પણ એ ક્યારે જયારે તમે
પોઝીટીવ વિચારો ત્યારેજ..
એટલેકે હકારાત્મક રીતે નિષ્ફળતા માંથી રસ્તો કાઢી શકો તો
અlપોઅlપ સફળતાની સીડીઓ ચડી શકો.
તેજ રીતે હકારાત્મક રહેવું એ સુખી થવાની પહેલી શરત છે
એટલેકે હકારત્મક -પોઝીટીવ રહેશો તો જ
શાંતિ મળશે. સુખ મળશે અને આનંદ મળશે.
આજકાલ લોકો વધારે પડતા અશાંત અને અસુરક્ષા અનુભવે છે અને ચિતા કરે છે
એનું કારણ જ હકારત્મ્કતા- પોઝીટીવનેસ નો અભાવ છે.
મારો ધર્મ જ શ્રેષ્ઠ છે અને બીજાનો નહિ. એમ માનવું એટલે નકારાત્મકતા..
તમામ ધર્મો નો અlદર કરવા હકારત્મકતા જોઈએ. પોઝીટીવ થવું પડેછે.
તમે સમજી શકશો કે માત્ર વ્યક્તિના જીવનમાં જ નહિ સમાજમાં
પણ પોઝીટીવ અભિગમ કે હકારત્મક અભિગમ અને વિચાર જ શાંતિ અને સદભાવ નું સજર્ન કરી શકે છે.
બીજાના અસ્તિત્વને સ્વીકારવું ,મlન સન્માન આપવો
એ કlમ માત્ર પોઝીટીવ વ્યક્તિ જ કરી શકે છે .
આપણl પૂર્વજ પોઝીટીવ નહોતા એટલે લડાઈઓ થતી અને યુદ્ધો થતા હતા.
આજે જ્યાં નેગેટીવ વલણ છે ત્યાં દુખ અને લડાઈઓ ,યુદ્ધો છે .
હિસા છે. પોજીટીવ વલણ હિંસાને દુર કરે છે.
અને અહીસક વાતાવરણ દેશમાં અને સમાજમાં ઉભું કરે છે.
વ્યક્તિના જીવનને આનંદમય બનાવે છે.
હકારાત્મક કે પોઝીટીવ રહેવું એ બહુ સહેલું નથી.
મોટાભાગના લોકો નકારાત્મક હોય છે કે નેગેટીવ વધુ જોવા મળે છે.
એટલે જ સંઘર્ષો ઉભાથાય છે.વાતાવરણ બગડે છે.
શાંતિ માટે હકારાત્મક ર હેવું જરૂરી છે.
આનંદ હકારાત્મક થવાથીજ મળી શકે.
સુખી થવા પોઝીટીવ રહેવું એ મુખ્ય શરત છે.
તો સફળતાની પ્રાપ્તિ માટે પણ હકારlત્મક બનવું જરૂરી છે.
વિકાસ કરવો હોય તો પોઝીટીવ વિચારો અને વલણ રાખવું જ પડે.
વ્યક્તિને શાંતિ માટે ,સુખ માટે અને સફળતા માટે હકારાત્મક બનવું આવશ્યક છે.
તમારા નેગેટીવ વલણ અને વિચારો ઉપર તમારે જાતે જ બ્રેક મુક્તl શીખવું પડશે.
એટલે જો જીવનમાં સુખ ,શાંતિ અને સફળતા જોઈએ તો આજથી જ પોઝીટીવ બનો.
આસપાસના લોકોને પણ હકારત્મક -પોઝીટીવ બનlવવા પ્રયાસ કરો.
આ જો મુશ્કેલ હોય તો પણ અશક્ય તો નથીજ...