Translate

Saturday, January 12, 2019

સફળતા નો  ગુરુ મંત્ર……

આપણને સોને દરેક કાર્યમાં સફળતા જોઈએ છે. કોઈને નિષ્ફળ થવું નથી.. નથી ગમતું…


સુખ અને સફળતા બને સોને જોઈએ છે. મનુષ્ય દરેક કાર્યમાં સુખ શોધે છે અને ઝંખે છે. સફળતા પણ એને જોઈએ છે ...ખાસ કરીને યુવાન અને વિદ્યારથી તેના અભ્યાસમાં અને કારકિર્દીમાં સફળતા જ ઝંખે છે. અને પ્રયાસ પણ કરે છે કે તે સફળ થાય.

ઘણીવાર એવું બને છેકે અlપણી આસપાસ ઘણા ને સફળતા જલ્દી મળી જાય છે.
જયારે  કે ટલાક બહુ
મહેનતે સફળ થાય છે. કેટલાક ને સફળતા  પ્રસાદીની માફક
મળે છે. તો ઘણા મહામહેનતે માંડ માંડ હાસલ કરે છે.


 આપણે આવા કેસોને નસીબ પણ કહીએ છીએ.. એટલેકે જલ્દી મળતી સફળતા નસીબના કારણે છે એમ કહીએ છીએ.


જોકે મોટાભાગના કેસોમાં સફળતાનો ક્રમ નિષ્ફળતા પછી જ આવે છે.
અહી નોધી ન શકાય એવા ઘણાં બધા કિસ્સા છે કે તમને  ખાતરી થશે કે સફળતા જોઈતી હોય તો નિષ્ફળતાનો પણ સ્વીકાર કરવો પડે છે.
અને હાર્યા થાક્યા વગર ધ્યેય સુધી પહોચવા મડી  પડ્યા હોય તેમને
અંતે સફળતા મળે છે.

પાના ભરીએ તો પણ ખૂટે નહિ, અનેક પુસ્તકો ભરીને  લખી શકાય એવl નિષ્ફળતl પછીની સફળતાના કિસ્સાઓ ઇતિહાસમાં અને અlપણી આસપાસ પણ પડ્યા જ છે.

એટલેકે નિષ્ફળતl એ જ સફળતાનો ગુરુમંત્ર છે ?? ચાવી  છે ??