Translate

Monday, August 27, 2018

હેરીટેજ સીટી અમદાવાદના પૂર્વ અવતારો......



એતિહાસિક નગર અમદાવાદ જેનો વિકાસ મેગાસિટી જેવો આજે થઇ ગયો છે
તે હવે તો યુનેસ્કો દ્વlરા વલ્ડ હેરીટેજ સીટી તરીકે સ્થાન પામી ચુક્યું છે.

જોકે આ અમદાવાદ 600 વરસ જેટલું પ્રાચીન છે એટલુજ નહિ તેના બે તો પૂર્વ અવતારો તે પૂર્વેના છે.
એટલેકે 600 વરસ પૂર્વેના છે. અને પુરાણોમાં પણ તેના ઉલ્લેખ મળે છે.

અમદાવાદ શહેરનો ઈતિહાસ રોમાંચક અને સાહસ ,શોર્ય તેમજ વેપાર વાણીજ્યથી ભરપુર છે.
ઈસ,૧૪૧૧ માં બાદશાહ અહમદશાહ ના નામ ઉપરથી સ્થપાયેલા આ એતિહાસિક નગર
માં કાળક્રમે અનેક સુંદર હિંદુ જેન અને મુસ્લિમ સ્થાપત્યો બંધાયા હતા ..

વેપાર વાણીજ્યના મહાનગર તરીકેનો તેનો વિકાસ શરુથીજ અવિરત ચાલ્યો આવે છે.

અમદાવાદ જે ભૂમિ ઉપર વસેલું છે તેનું પ્રાચીન નામ પૂરlણો પ્રમાણે શ્રભદેશ છે.
આજની સાબરમતી નદી જેને ૧૨ મી સદી પૂર્વે સંસ્કૃતમાં શ્રભ મતી કહેતા અને સામાન્ય લોકો સાબરમતી કહેતા હતા.
આજે પણ સાબરમતી નામજ જાણીતું છે.

સાબરમતીના એક વખતના પ્રખ્યાત કોતરોનું સ્થાન પછીથી વસાહતો ,ઝુપડપટ્ટી -અન્ય ઈમારતો અને ગામોએ લઇ લીધું હતું.
વરસોની આ સ્થિતિ પછી હવે સાબરમતી ના બને કાંઠે સુંદર રીવર ફ્રન્ટ અને અનેક મોટી ઈમારતો ,હોટલો ઉભી થઇ ગઈ છે.

અમદાવાદ પૂર્વે કર્ણાવતી અને તેથી પણ પૂર્વે અશાપ્લ્લીના નામથી જાણીતા નગરો હતા.
તેની ઉપર બાદશાહે અહમદાબાદ નગરનો વિકાસ કર્યો છે .
જેથી આજે પણ અમદાવાદનું નામ બદલીને તેના પૂર્વ અવતાર એવા કર્ણાવતી નગર તરીકે નામ રાખવાની માંગ ચાલુ છે.


પૂરlણો પ્રમાણે પ્રાચીન ભૂમિ અમદાવાદ ઉપર દધીચિ ઋષિનો આશ્રમ પણ હતો.
દધીચિ ઋષીએ દેવાસુર સંગ્રામમાં દેવોને વિજય અપાવવા પોતાનો દેહ ત્યજીને અસ્થી આપ્યા હતા.
દેવોના રાજા ઇન્દ્ર અlમ તો દધીચિ ઋષિના વિરોધી હતા અને ઋષિ ને જરાપણ પસંદ નહોતા કરતા.
મુનીએ જનકલ્યાણ માટે દાન કર્યું હોઈ તેમનું બલીદાન સ્વેચ્છાએ સ્વકારાયું હતું.

આઝlદી પૂર્વે મહાત્મા ગાંધીજીએ અહી સાબરમતીના કિનારે સાબરમતી આશ્રમ સ્થાપેલ.
જેના કારણે તે સમયે આ શહેર અઝાદીની ચળવળનું કેન્દ્ર બની ગયું હતું.
પ્રસિદ્ધ દાંડી યાત્રાની દાંડી કુચ પણ અહીંથી શરુ થઈ હતી.

આજે પણ અમદાવાદ શહેર અlવનારાઓમાં સોથી વધુ લોકો ગંlધી આશ્રમની મુલાકાતે આવે છે .

અહી પૂર્વે અશાવ્લી નામનું નગર હતું . આજે જ્યાં સરદાર પટેલ બ્રીજ છે ત્યાંથી દક્ષીણે લગભગ ૧૦૦ વરસ પૂર્વે
અlશાવલી શહેરના મંદિરોનો ઘંટારવ ભક્તોને અlહવાન આપતો હતો..
ભીલોના રાજા આસાભીલે આ શહેર આશાવલ વસાવ્યું હતું.
તેને અશાપલી કે આશાવલ કહેતા હતા.
રાજા કર્ણદેવે કર્ણાવતી નગરીની સ્થાપનl કર્યા પછી પણ આ શહેરને અlસlવલ
તરીકે અનેકવાર ઉલેખ જોવા મળે છે.

અlશાવ્લીનો કિલો પણ હતો. અશાવલી આબાદ નગર હતું. પાટણ અને ખંભાત બંદરની જાહોજલાલીનો એ સમય હતો.
અlશવલને કર્ણાવતી પણ એ સમયે રાજ્યના મહત્વના નગરો બની ગયા હતા.
અશાવલી નગરની સ્થાપના આજના આસ્ટોડિયા જમાલપુર વિસ્તારમાં થઇ હતી તેવા ઉલેખો મળે છે.
આ જ સ્થાને એ સમયે રાજા કર્ણદેવે કર્ણાવતી નગરી ની સ્થાપના કરી હતી.
એક ઉલેખ પ્રમાણે હાલના કસ્તુરબા આશ્રમ પાસે આ વિસ્તાર હતો.

આ કર્ણાવતી અને અlશાપલી નગરોમાં જેન અને હિંદુ ધર્મના પ્રસિધ્ધ મંદિરો તેમજ શિવમંદિરો આવેલા હતા.
ત્યારબાદ મુસ્લિમ શાસ કોના સમયમાં એમlના મોટાભાગનl મંદિરોનો નાશ કરાયો હતો.
અને તે સમય બંધાયેલી મસ્જિદો જેમl ની ઘણી આજ પણ હયાત છે તેમાં જેન અને હિન્દૂ મંદિરોની સુંદર કોતરણી
અને કલાનો ઉપયોગ કરેલો જોઈ શકાય છે.
તેના અવશેષો આજે પણ શહેરની મસ્જિદોમાં કે તેના અવશેષોમાં જોઈ શકાય છે.

આસપલ અને કર્ણાવતી નગરોમાં જેનોની મોટી વસતી હતી.કર્ણાવતી ઉદોગ અને વેપાર ની નગરી હતી.
આમ જોઈએ તો કર્ણાવતીમાં આ સમયે જેનોની વસ્તી પણ વધી ગઈ અને વેપાર ધંધા પણ વધી ગયા હતા.
કર્ણાવતી જેન વિદ્વાનોની નગરી પણ હતી .પ્રસિદ્ધ જેનાચાર્ય શ્રી હેમ ચંદ્રચાર્ય મહારાજ આ નગરમાં ઉછર્યા હતા.
સિદ્ધરાજના સમયમાં શાંતિ મંત્રીએ અને ઉદયન મંત્રીએ ભવ્ય જિનાલયો અહીં બંધાવ્યા હતા.
સંસ્કાર અને સંસ્કૃતી ની નગરી બની ગયેલી કર્ણાવતીમાં એ સમયે પણ આશાવલીનું નામ ચાલતું હતું. 

આમ ઐતિહાસિક અમદાવાદના પૂર્વ અવતારો કર્ણાવતી અને આશાવલ ની બોલબાલા અને ઇતિહાસ ૧૪મી સદી સુધી ચાલે છે.