Translate

Sunday, May 19, 2013




વિચારના નિયમો.......





વિચાર તમારો છે.જે તમારું પોતાનું છે...વિચાર તમારો ના પણ હોય અને બીજાનો હોય

તો પણ તમે તેને જે તમારું અંગત તેને વારંવાર જણાવો ટે તમારો પોતાનો જ કહેવાય .

વિચાર પોસીટીવ કે નેગેટીવે પણ હોય સારો ,પણ હોય ને ખરાબ પણ હોય ...

ભયાનક પણ હોય અને સારો પણ હોય...ટે મનુષ્યનો નિકટનો સાથી છે.



મન ક્યારેય વિચારો થી મુક્ત નથી થતું..શાંત નીરવ નિંદ્રામાં જ આવી સ્થિતિ આવે..



એટલેજ ધ્યાનમાં કહેવાય કે મનની શાંતિ આવી શકે અને મન તમારા હાથમાં હોય

કેમકે તમને કહેવાય કે તમે મનને તમામ વિચારો થી મુક્ત કરી દો...અને શૂન્ય કરી નાખો..

શાંતિથી થોડી મીનીટો બેસી રહો જે વિચાર આવે તેને માત્ર ને માત્ર સાક્ષીભાવે જોયા કરવું

અને મનને વિચારોથી મુક્ત કરવું...એટલે ધ્યાન...આવો અનુભવ તમે ઘણીવાર કર્યો હશે...





વિચારે જ આજના આ વિશ્વ નું સર્જન કર્યું છે ..વિચાર સારો છે તો સર્જનાત્મક બને છે અને





વિચાર ખરાબ હોય તો દુનિયામાં ખાનાખરાબી સર્જી નાખે છે...

કળા,સાહિત્ય, વિજ્ઞાન શંશોધનો વગેરે વિચારની જ પેદાશ છે..તમારે નવું કઈક પણ કરવું હોય



વિચાર તો જોઈએજ.. તે વગર શક્ય જ નથી. કે તમે કઈ પણ કરી શાકો .


તમારો વિચાર કે બીજાનો પણ વિચાર તો જોઈએજ ...એ સિવાય કઈ કરવું શક્ય જ નથી. .





દુનિયામાં મહાન ન કર્યો વિચારમાંથી જ પેદા થાય છે ..

તો અનેક શોધો ને લખાણોનો પણ આ વિચાર જ પેદા કરે છે





બીજી તરફ ગુનાઓ અને અપરાધો નો જનક પણ અ વિચાર જ

પેદા કરે છે ....

દુનિયાની તમમ આટીઘુટી આ વિચારો ની માયા જlળ માંથી સર્જાય છે ....



હિંસક વિચાર જગતમાં હિંસા પેદા કરવાનું કામ કરે છે ..માનવીને હિસા તરફ લઇ જાય છે

એટલેજ કહે છે કે વિચારોના ઘોડા કાબુમાં રાખવાનું કામ અઘરું છે...

મનને થોડી વારે શાંત રાખો ..શાક્ષીભાવે નીરખ્યા કરો ....



વિચારોના વમળ માં જિંદગી ક્યાય નીકળી જાય ખબર પડતી નથી...





સારા વિચારો ટોનિક જેવા છે ..વિટામીનનું કામ કરે છે..જીદગી બદલી નાખે છે સુધારી નાખે છે



ખરાબ વિચારો કે નેગેટીવ વિચારો રોગ જેવા છે ..બીમારી જેવા છે...

ડીપ્રેશન પણ આવે છે...

વિચાર એ ખોરાક જેવો છે ..ખોરાક નો અતિરેક ભારે પડે છે..

વળી કોઈ વિચાર પણ પચે નહિ તો ખોરાક ની જેમ ભારે પડે અને અપચો થાય.



સારો ને પોસ્ટીક વિચાર ખોરાક ની જેમ તબિયત મસ્ત રાખે છે ...



અને જિંદગીને સફળ બનાવે છે.



આસપાસના સોને પણ ફાયદા કારક રહે છે ને સુખી કરે છે.



તમારો વિચાર તમારો સાથી છે..તમારો સાક્ષી છે..તમારો પડછાયા જેવો છે...







સાક્ષીભાવે તમારા મનને નીરખ્યા કરો તમારા વિચારને જોયા કરો ...