જૈન ધર્મ અને સમાજમાં જીવદયાનું અને સંઘ પ્રથાનું મહત્વ છે.
જૈનો માટે અહિંસા અને મોક્ષ મહત્વના છે.
દરેક જૈન મંદિરમાં અને તીર્થોમાં જીવદયાનું એક ખાતું રહે છે.
તેમાં દાન અને ફંડ માંગવામાં આવે છે.
આ ફંડ જૈનોની પાંજરાપોળોમાં, પશુ અને પ્રાણીઓના કલ્યાણ અને રાહતમાં જાય છે.
જીવદ યાનું આવું કાર્ય જૈનો જેવું કોઈએ કર્યું નથી.
જૈનસમાજ આ કાર્ય વર્ષો થી દેશભરમાં કરી રહ્યો છે.
આ સમાજ પાસે પેસા છે , ધન છે, શિક્ષણ છે ,સમ્પતિ અને સમૃદ્ધી છે.
આના સદુપયોગ માટે આવુજ એક મહત્વનું કાર્ય માનવદયાનું છે
અને માનવ્રરાહત ફંડ કાયમી ધોરણે ઉભું કરવાનું છે.
જૈનસમાજમાં સાધર્મિક ભક્તિનો પણ મહિમા છે.
આમાં જૈન સમાજ જરૂરતમંદ લોકોને ખાસ કરીને જૈનોને અનાજ ઈત્યાદી આપે છે.
કે જમાડે પણ છે પ્રસંગોપાત....
જૈન સંઘો ના સ્વામીવાત્સલ્ય જાણીતા છે.
જેનો ખર્ચો કોઈ એકાદબે વ્યક્તિ કે સમાજ ઉઠાવતl હોય છે.
મારી અપીલ આ સાધર્મિક ભક્તિથી આગળ વધીને જીવદયાની માફક તમામ ધર્મ
અને કોમના જરૂરતમંદ અને ગરીબો ને અનાજ આપવાની
અને ભોજન આપવાની વ્યવસ્થા ઉભી કરવlની છે.
જૈન સમાજ ધાર્મિક કે ભ ક્તિ રૂપે તેની પાસે આવતા પેસા નો ઉપયોગ
મહાવીર રોટી કે અરીહંત રોટીની પ્રથા ઉભી કરે તવી વિનંતી છે.
અlને જૈન રોટી પણ કહી શકાય.
દેરાસરોના અને જૈન તીર્થોના ફંડ માં જીવદયાના ફંડની સાથે
માનવ રાહતનું ફંડ પણ નિભાવવામાં આવે.
તેમાંથી ગરીબોને જરુરત મંદોને અનાજ અને
ભોજનની વ્યવસ્થા કાયમી ધોરણે કરવામાં આવે.
આ કાર્યમાં જૈન શ્રેષ્ઠીઓ તેમજ જૈન ઉધોગપતિઓ પણ તેમનો સાથ આપે તમામ રીતે...
દેશભરમાં પાંજરાપોળો ઉભી કરીને મૂંગા પશુઓનું કલ્યાણ કરનારજૈન સમાજ એકલો છે.
હવે માનવસેવાનું કાર્ય કરી ગરીબોને અનાજ અને ભોજન આપવાની વ્યવસ્થા
ઉભી કરવાનો સમય આવી ગયો છે .
જૈનોએ આ કાર્ય પણ ઉપાડી લેવું જોઈએ.
અહિંસા અને માનવસેવા જ પરમો ધર્મ છે.
જૈનો દેશમાં બે કરોડ થી પણ ઓછી સંખ્યામાં છે
પરંતુ દેશના દસ કરોડથી પણ વધુ ગરીબોને ભોજન કે અનાજ પૂરું પાડવા સમર્થ છે.