આ જાતિપ્રથા હજુ ક્યાં સુધી ??
આપણો દેશ જાતિપ્રથા ને છોડવા હજુ સુધી તૈયાર નથી..
આપણને વિશ્વ ગુરુ થવું છે .
પ્રાચીન સંસ્કૃતિ ના દેશનું અભિમાન કરવું છે.
પણ સમાજની અને દેશની કલંક એવી જાતિપ્રથા કે જ્ઞાતિવાદ છોડવા
આપણે યુગો પછી પણ તૈયાર નથી .
હમણાજ એક દેશના વડા અlપણે ત્યાં આવ્યા હતા ત્યારે જાહેર મંચ પરથી બોલી ગયા કે
ભારતે જગતગુરુ થવું હોય તો જ્ઞાતિવાદ અને જ્ઞાતિઓના વાળા છોડવા પડશે. .
આ જ્ઞાતિવાદ ના કારણે અંતરરાષ્ટ્રીય કક્ષાએ અlપણે ઘણી વાર પાછળ પડી જઈએ છીએ. ..
તો બીજી તરફ મોટા રાષ્ટ્રો પાકિસ્તાનને આપણl પ્રતિસ્પર્ધી તરીકે ધકેલી દેવામાં આવે છે..
આઝાદીના ૭૦ વરસમાં અlપણે પછાત ગણેલી જાતિઓને અનામત સહિતના
વિશીષ્ટ લાભો આપી આગળ કરવાના પ્રયાસો તો ઘણા કર્યા છે
પણ હજુ મોટા પ્રમાણમાં પછાત જાતિઓને આગળ કરી શક્યl નથી.
એથી વિશેષ જે શહેરી બિન પછાત જાતિઓના આર્થીક પછાત વર્ગ ને અનામત ના
અને અન્ય લાભો ન મળવા થી અન્યાયની લાગણી થાય છે.
પરિણામે આવો બીજો પછાત વર્ગ ઉભો થઇ રહ્યો છે.
એટલે સતત રાજ્યોમાં અનામતના નામે યુવાઓ વખતો વખત પોતાનો ઉશ્કેરાટ
અને આક્રોશ વ્યક્ત કર્યા કરતા રહ્યા છે.
તાજેતરમાં જ મહારાષ્ટ્રના ના મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે કે મરાઠાઓને તેઓ અનામતનો
લાભ જલ્દીથી આપશે. ગુજરાતમાં પટેલો અનામતની મંlગણી છેલા કટલાક સમયથી કરી રહ્યા છે.
હરિયાણામાં જાટ તો રાજ્સ્થાન માં ગૃર્જર સમાજ અનામત માંગી રહ્યો છે.
એમ હવે એક પછી એક સમાજને લાગે છે કે તેઓ અનામતના લાભથી
વંચિત રહેવાથી પછાત રહી ગયા છે.
અને પેલા અનામતવાળા તેમનાથી આગળ નીકળી જઈ વધુ લાભો મળી રહ્યા છે
. બ્રામણ અને વાણીયાઓને પણ હવે અનામત જોઈએ છે.