Translate

Saturday, December 1, 2018

ઘર ઘરની વાતો.....

ઘર ઘર ની વાતો……


આજના સમાજની અને ઘર ઘરની થોડી વાતો કરીએ..

ઘર કોણ  ચલાવશે ? સ્ત્રી ? કે પુરુષ ?

પુરુષ કમાતો આવ્યો છે એટલે કે ઘરના ખર્ચા અને વહીવટ કરવાની તેની જવાબદારી રહેલી છે. જોકે આજે તો સ્ત્રીઓ પણ કમાય છે અને પુરુષને ઘરના ખર્ચા સરભર કરવામાં મદદ રૂપ થાય છે.

મોટાભાગે ઘરની જવાબદારી એટલે કે ઘરકામ ની બાળકોને ઉછેરવાની જવાબદારી સ્ત્રીઓના શિરે છે.  
મહદઅંશે આમ જોવા મળે છે.

જોકે ઘણા ઘરોમાં આ જવાબદારી પણ પુરુષો સમ્પૂર્ણ પણે કે થોડી ઘણી  અદા કરે છે.
ક્યાંક શોખ થી  તો,ક્યાંક મજબૂરી થી તો વળી ક્યાંક પ્રેમથી  ….

સમયે કરવટ લીધી છે, એટલેકે જમાનો બદલાયો છે.

હાલ વેસ્ટર્ન કલ્ચરનો વાવડ છે. ન્યુક્લીઅર ફેમિલીઓ  વધતી જાય છે. .
સંયુક્ત કુટુંબ પ્રથા  લગભગ તૂટી ગઈ છે.
કારણ નોકરી ધંધો હોય કે મોટા શહેરમાં કોઈ ને કોઈ કારણે કરવું પડેલું સ્થળાંતર હોય ..

પરિવારમાં બનતા બનાવો ઘરના બધા સભ્યોને અસર કરે છે.
પરિવારમાં જો કોઈ એકાદ વ્યક્તિ બીમાર પડી જlય તો  ઘરના બધા સભ્યોને હેરાન
પરેશાન કરી નાખે છે.


આજે સ્ત્રી બહlર કામ કરી રહી છે.  કમાવા જાય છે.
અભ્યાસ કરે છે. જુદા જુદા ક્ષેત્રોમાં
વિશિષ્ટ પ્રદાન કરી રહી છે.

ગમે તેટલું સ્ત્રી બહાર કામ કરે કે  હરે ફરે આખરે ઘરમાં તો તેને કામ કરવું જ પડે છે.
ઘરમાં તેની જવાબદરી પતિ અને બાળકોની રહેતી જ હોય છે.
અને સ્ત્રીઓ કેટલાક અપવાદો બાદ કરતા ઘરમાં પણ કામ કરે છે અને
તેની જવાબ દારી નિભાવે છે.


આમ સ્ત્રી અને પુરુષ બને  બધા કામ કરતા હોય ત્યારે ઘરના કlમમાં પણ બને એ  એકબીજાને મદદરૂપ થવું જ જોઈએ.


તે જ રીતે દીકરો અને દીકરી બને અભ્યlસ કરતા હોય કે નોકરી કરતા હોય તો પણ દીકરા ને દીકરી બને એ ઘરકામ કરવું પડે .
હજુ પણ ઘરકામ છોકરી ની ઉપર છે અને દીકરો વધારે કરતો નથી અથવા આવડતું નથી .
કોઈએ ટેવ પlડી નથી  કે તેને ફરજ પણ પાડી નથી.

 જો પુરુષો ઘરકામ કરે અને શીખે  તો ફાયદો તેમનેજ છે .
દીકરો અને દીકરી બને રસોઈકામ અને ઘરકામ શીખતા હોય ને આવડતું હોય તો  માતlને તો મદદરૂપ થાય જ છે પણ સાથે સાથે તેમને પોતાને પણ મદદરૂપ બને છે .
તેમજ ભવિષ્યમાં જયારે જરૂર પડે ત્યારે  અlખા પરિવારને મદદરૂપ બનતા હોય છે.
પુરુષો માટે કે  દીકરાઓ માટે રસોઈ કરવામ કઈ જ ખોટું નથી કે નાનામ પણ નથી
અને ન જ હોવી જોઈએ.

અમેરિકામાં અને વિદેશોમાં તો પુરુષો તમામ ઘરકામ અને રસોઈ સુદ્ધાં બનાવે છે અને બાળકોના ના ઉછેરની જવાબદlરી પણ સમભાગે પત્ની સાથે નિભાવે છે.

હવે નો સમય છે કે સ્ત્રી અને પુરુષ બને એ  ઘરકામ અને રસોઈકામ શીખી લેવું પડે અને
આ તેમના બને માટે ફરજીયાત કર્તવ્ય છે.
જો પુરુષ પણ સ્ત્રીને ઘરના કામમાં અને રસોઈના કામમાં મદદરૂપ થાય તો ખરેખર
ઘરમાં  સ્વર્ગ ઉભું થઇ જાય.

વળી માતા કે સ્ત્રીની માંદગી હોય કે માતા - પત્ની- સ્ત્રી બહlર ગઈ હોય
તો આનાથી પુરુષને કે ઘરના કોઈ સભ્યને તકલીફ પડતી નથી .
કારણ તે ઘરકામ અને રસોઈ જાણે છે અને ટેવાયેલl છે.

ટુકમાં ઘરકામ કરવું અને શીખવું કે રસોઈ કરવી અને શીખવી તે પુરુષોના લાભમાં  જ છે. પરીવારના હિતમાં પણ છે.

પુરુષોને જો આ બધું ઘરકામ અને રસોઈ આવડતી હોય તો તે સ્ત્રી વગર ચલાવી શકે છે અને
બહાર જમવાની  જરૂર નથી પડતી.  
ઘરકામ અને રસોઈ જાણતા દીકરાઓ અને પુરુષો ઘરમાં સ્ત્રીની માંદગીમાં પરિવારને
ઉપયોગી થાય છે.




           જે પરિવારોમાં સ્ત્રી બીમાર હોય તે પરિવારના પુરુષો અને દીકરાઓ ઘરકામ કરવા
             અને રસોઈ કરવા ટેવાયેલા હોય તેમ જોવા મળે છે. તેમજ બળકોને ઉછેરતા પણ જોવા                                 

             મળે છે.


               અમેરિકા જતા અને વિદેશ જતા યુવાનો માટે  ઘરકામની અને રસોઈની આવડત બહું              મોટા આશીર્વાદ સમાન નીવડે છે.
           તેમજ મદદરૂપ પણ થાય છે. અમેરીકામાં અને વિદેશોમાં પુરુષોએ આ બધાજ કામો કરવlની ટેવ પlડવી પડે છે.   
તો આજથી જ ઘરકામ અને રસોઈકામ  કરતl શીખવા માંડો.એ પરિવારના હિતમાં
અને તમારા પોતાના હિતમાં પણ છે.


મોટી ઉમરે નસીબજોગે એકલા પડી જતા પુરુષો માટે ઘરકામની અને રસોઈકામની આવડત બહુમોટી રાહત આપે છે.

ઘરમાં સ્વર્ગ ઉભું કરવું હોય અને જાતે પણ સુખી થવું હોય તો ઘરના બધા સભ્યોએ ઘરના કામની સાથે સાથે જ બહારનું કામ કરવું જોઈએ.  એવી ટેવ પડવી જ રહી.
એટલે કે ઘરકામ ,રસોઈકામ અને   બહારનો વ્યવસાય- નોકરી બને સાથે  જ કરવા રહ્યા. તો જ પરિવાર અને પરિવારના બધા સભ્યો સુખી બનશે.

ડીવીઝન ઓફ લેબરનો સિદ્ધાંત નો અમલ ઘર થી જ શરુ કરવો જોઈએ.   

પ્રયાસ કરી જુઓ અને  આ પ્રયોગના ફાયદા અમને  અવશ્ય લખી મોકલશો.

પરિવારમાં ડીવીઝન ઓફ લેબર ખુબ જ જરૂરી છે.