Translate

Saturday, December 22, 2018

હાઇકુ ...ચુંટણી ..

ચુંટણી આવી,
પૈસા લાવી ...
ચુંટણીની મોસમ,
પૈસા છલકાવે ...

બબાલ ચારે કોર 
સૌ કરે ધમાલ 
માલ માલ થાય,
જે કરે કમાલ..
ચુટણી. આવી 
પૈસા લાવી....

હાઇકુ....પૈસો....

હાય પેસો 
હાય પૈસો...
જિંદગી આખી કર્યું
પૈસાનું રટણ

સુખે સાંભરે સોની
અને દુઃખે રામ...


...........................................

પૈસાનું શું કામ....
તમે કરો તમારું કામ...

નથી આવતું કોઈ સાથે ...
પૈસા હોય કે સબંધો ..સગાઓ
બધું મૂકી જવાનું છે

એમનું એમ જ ..
અહીજ રહેશે સઘળું....






.

Tuesday, December 18, 2018

પ્રેમનું સુખ......




 પ્રેમ નું સુખ બહુ મોટું છે .... પણ મુશ્કેલ છે....

 જીવનમાં સુખની શરત જ પ્રેમ  છે..


અને પ્રેમ જ દુઃખનું કારણ પણ  ઘણી વાર  બની જાય છે...
વ્યક્તિ પ્રેમ કરે છે અને માંગે પણ છે .
.એટલેકે દરેકને પ્રેમ જોઈએ  છે..
 બધાને પ્રેમ કરવો પણ છે.. ..
આ માંનવ સ્વભાવ   છે.

પ્રેમ ગ હ ન છે..
પ્રેમ શક્તિ છે. 
પ્રેમ સાગર જેવો ઊંડો છે.. જેમાં ભરતી ઓટ આવ્યા કરે છે...



જીવનમાં પ્રેમ નથી તો જીવન કડવું બની જાય છે..બેસ્વાદ બને છે. 

પ્રેમ માનવીનો આધાર છે... હુંફ છે .

પ્રેમ કરવો છે પણ સહેલો નથી...

.પ્રેમ પામવો છે પણ સહેલું નથી..

કારણ અl માં પાછીપાની  થાય તો શકા  પેદા  થાય છે 
દુખ થાય છે લાગણી દુભાય છે ..

પ્રેમનું દુખ જીવનને ગેરી નિરાશા તરફ પણ લઇ જાય છે.
ઘણl   કેસમાં   જીવન બદલાઈ જાય છે. 
પ્રેમમાં નીરlશl   મળે તો વ્યક્તિ આત્મહત્યા સુધી જાય છે ..


એક વસ્તુ યાદ રાખો કે વ્યક્તિની  પ્રેમ આપવાની 
અને પ્રેમ કરવાની શક્તિ માર્યા 
દિત છે...
એટલેજ પ્રેમ ની અપેક્ષા ફળીભૂત થતી નથી. 
પ્રેમ  માં ભરતી ઓટ ચાલ્યા કરે છે. 

પ્રેમમાં પડશો તો ઘણુબધું ગુમાવશો.. કેરિયર, મિત્રો , શક્તિ અને ઘણું બધું ..
..એટલેકે પ્રેમમાં પડ્યા એટલે ગયા ......

.નહિ પણ સlમા કિનારે જતા શીખો 
અને [પ્રેમમાં તરતા શીખો......

.પ્રેમના જોખમો સમજી લેવા પડે...
.'અl તો થઇ સ્ત્રી પુરૂ શના પ્રેમ ની વાત.......

પણ પ્રેમ અહી માત્ર સ્ત્રી પુરૂ શના સબંધો પુ રતો માર્યાદિત નથી...
પ્રેમ શબ્દનો અર્થ બહુ વિશાળ છે..

સાગર જેટલો ગ હ ન છે આ પ્રેમ ....
..પ્રેમ માતા પિતાનો તેમના સંતાનો પ્રત્યે હોય કે
સંતાનોનો તેમના માતા પીતા   પ્રત્યે....

ભાઈ બહેનનો હોય કે મિત્રોનો શુદ્ધ પ્રેમ ....
.
યાદ રાખો  શુધ પ્રેમ હમેશા સુખ આપે છે અને આનંદ પણ .

..જીવનને સફળ બનાવવા અને સુખી બનાવવા 
 શુદ્ધ પ્રેમ કરો અને મેળવવા પ્રયાસ કરો....



તમારે તમારા વ્યક્તિત્વનો વિકાસ કરવો પડશે ...

સ્વ થી વિશેષ...કે તમે સોને ને પ્રેમ કરી શકો નિસ્વાર્થ અને નિર્મળ 

અપેક્ષા વગરનો...જે કરી જુઓ ...
આત્માનો સ્વનો વિકાસ કરશો તો સર્વને પ્રેમ કરી શકશો 

જે અપેક્ષા વગરનો હશે અને દુખ નહિ આપે...

પરંતુ સુખની અનો ખી  અનુભુતી કરાવશે....
..



 


આ જ્ઞાતિઓના વાડા ક્યાં સુધી ......

આ જાતિપ્રથા હજુ ક્યાં સુધી ??


          આપણો દેશ જાતિપ્રથા  ને છોડવા હજુ સુધી તૈયાર નથી..
             આપણને વિશ્વ ગુરુ થવું છે .
            પ્રાચીન સંસ્કૃતિ ના દેશનું અભિમાન કરવું છે.
પણ સમાજની અને દેશની કલંક એવી જાતિપ્રથા કે જ્ઞાતિવાદ છોડવા
આપણે યુગો પછી પણ તૈયાર  નથી .


હમણાજ એક દેશના વડા અlપણે ત્યાં આવ્યા હતા ત્યારે જાહેર મંચ પરથી બોલી ગયા કે
ભારતે જગતગુરુ  થવું હોય તો જ્ઞાતિવાદ અને જ્ઞાતિઓના વાળા છોડવા પડશે. .


આ જ્ઞાતિવાદ ના કારણે અંતરરાષ્ટ્રીય કક્ષાએ અlપણે ઘણી વાર પાછળ પડી જઈએ છીએ. ..


તો બીજી તરફ મોટા રાષ્ટ્રો  પાકિસ્તાનને આપણl પ્રતિસ્પર્ધી તરીકે ધકેલી દેવામાં આવે છે..


આઝાદીના ૭૦ વરસમાં  અlપણે પછાત ગણેલી જાતિઓને અનામત સહિતના
વિશીષ્ટ લાભો આપી આગળ કરવાના પ્રયાસો તો ઘણા કર્યા છે
પણ હજુ મોટા પ્રમાણમાં પછાત જાતિઓને આગળ કરી શક્યl નથી.
એથી વિશેષ જે શહેરી બિન પછાત જાતિઓના આર્થીક પછાત વર્ગ ને અનામત ના
અને અન્ય લાભો ન મળવા થી અન્યાયની લાગણી થાય છે.
 પરિણામે   આવો બીજો પછાત વર્ગ ઉભો થઇ  રહ્યો છે.


એટલે સતત રાજ્યોમાં અનામતના  નામે યુવાઓ વખતો વખત પોતાનો ઉશ્કેરાટ
અને આક્રોશ વ્યક્ત કર્યા કરતા રહ્યા છે.


તાજેતરમાં જ મહારાષ્ટ્રના ના મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે કે મરાઠાઓને તેઓ અનામતનો
લાભ જલ્દીથી આપશે. ગુજરાતમાં પટેલો અનામતની  મંlગણી છેલા કટલાક સમયથી કરી રહ્યા છે.
હરિયાણામાં જાટ તો  રાજ્સ્થાન માં ગૃર્જર સમાજ અનામત માંગી રહ્યો છે.


એમ હવે એક પછી એક સમાજને લાગે છે કે તેઓ અનામતના લાભથી
વંચિત રહેવાથી પછાત રહી ગયા છે.
અને પેલા અનામતવાળા  તેમનાથી આગળ નીકળી જઈ વધુ લાભો મળી રહ્યા છે
. બ્રામણ અને વાણીયાઓને પણ હવે અનામત જોઈએ છે.


આઝાદીના ૭૦ વર્ષ પછી પણ જાતિપૃથા  નાબૂદ થવાના બદલે દિવસે ને દિવસે
વધુ ને વધુ તેના મૂળિયાં સમાજ માં મજબૂત કરી રહી છે.
આ જાતિવાદ કયા અટકશે તે કહી શકાય તેમ નથી…


જાણકારો તો ત્યાં સુધી માને છે કે 5000 વર્ષો થીપણ વધુ સમયથી ચાલી આવતી આ  
જાતિપ્રથા હજુ ઓછા  માં ઓછા
બીજા બસો વર્ષે પણ આપણા દેશમાં થી જાય તે મ નથી..


જlતી પ્રથાના મુળિયા આપણl  દેશ અને સમાજમાં બહુ ઉંડે સુધી છે .


એટલે કે હિદુ સમાજ ભારત  દેશ તો ઠીક દુનિયાના કોઈ પણ અન્ય  દેશમl જાય
ત્યાં પણ આવા જ્ઞાતિના વાડા ઉભા કરી જ દે છે.
ઇંગ્લેન્ડ ને અમેરિકામાં પણ  ધર્મ અને પ્રાંત આધારિત આપણl લોકોના સમlજો તો છે જ,
 સાથેસાથે જ્ઞાતિ આધારિત સમlજો  પણ વાણીયા ,બ્રામણ ,પટેલ વગેરે  એવા ઉભા કરી દીધા છે.


કદાચ આપણે  જ્ઞાતિ ની અંદરજ સલામતી અને સુખ ,શાંતિ નો અનુભવ કરીએ છીએ.
આ આપણી માનસિકતા થઇ ગઈ છે.
અlમlથી મુક્ત થવું નથી અને થઇ શકતા નથી.


૨૧ મી સદીમાં પોતાને ધાર્મિક અને અlધ્યાત્મિક સંસ્કૃતિનું સ્વર્ગ અને ગુરુ માનતા આપણl
દેશ અને સમાજની કલ્પના જ્ઞાતિઓ વગર કરવી મુશ્કેલ છે.
આપણો સમાજ અને દેશ જ્ઞાતિઓના વિવિધ વાળા ઓમાં વ્હેચાયેલો છે.
દરેક રાજ્ય અને શહેર કે ગામ   વિવિધ જ્ઞાતિ જૂથો અને સમlજોનું પ્રતિનિધિત્વ કરે છે.


આવાજ જ્ઞાતિના જૂથો સંસ્થાઓમાં, સરકારી કચેરીઓમાં  કે બિનસરકારી સંસ્થા ઓમાં પણ જોવા મળે છે..
જ્ઞાતિઓના સમlજો પણ છે . જેમનું મહત્વનું સ્થાન દેશમાં છે.
ધર્મ આધારિત સંસ્થા ઓ ઉપરાંત જ્ઞાતિ   આધારિત સંસ્થાઓનો પ્રભાવ પણ રહે છે.



ખાસ કરીને રાજકારણમાં  જ્ઞાતિ ના વાડા બહુ જ મહત્વના છે.
જ્ઞાતિઓના વાડા અને જૂથોનો તમામ રાજ્કી પક્ષો લગભગ તમામ રાજ્યોમાં ભરપુર ઉપયોગ કર્યો છે
અને કરે છે. જ્ઞાતિ વિહોણો હિંદુ ધર્મ કે     હિંદુ રાષ્ટ્ર અને જ્ઞાતિ વિહોણો આપણો સમાજ કે ભારત દેશ
આપણl  દેશના રાજકીય પક્ષોને જાણે કે માન્ય નથી .




બધાને જુદી જુદી જ્ઞાતિની પોતાની વોટબેંક મજબુત રાખવી છે , સલામત રાખવી છે.
અને છેલ્લા કેટલાક દાયકાથી તો સમાજવાદી કે રાષ્ટ્રવાદી એવા રૂપાળા નામો
હેઠળ ચlલતી રાજકીય પાર્ટીઓ ચોક્કસ જ્ઞાતિ આધારિત જ બની ગઈ છે.
લગભગ મોટા ભાગ દેશના રાજ્યોની આ સ્થિતિ છે.
તેમાં પણ ઉતરપ્રદેશ કે બિહાર જેવા રાજ્ય તો આજે આવા કારણોથી જ  પછાત રહી ગયા છે.


રાજકીય રીતે દેશ ઉપર આ રાજ્યોનું પ્રભુત્વ છે.
દેશના મોટાભાગના પ્ર્ધાનમંત્રીઓ  લાંબા સમય સુધી અરે વરસો સુધી
આ રાજ્ય ઉતર પ્ર્દેશ માંથી  જ આવ્યા છે.
બિહાર પણ રાજકીય રીતે કેન્દ્રમાં વધુ સતા વર્ચસ્વ અને મંત્રીઓ ધરાવતું  આવ્યું છે.
છતાં આ મોટા  રાજ્યોમાં પ્રજા  વિશેષ પછાત અને ગરીબ રહી ગઈ છે.

જ્ઞાતિવાદ સોથી ખરાબ રીતે પણ અત્યત મહત્વનો રાજકીય પક્ષો માટે આવા રાજ્યો માં બની ગયો છે.
જ્ઞાતિ આધારિત અને ખાસ કરીને પછાત વર્ગ ના પ્રતિનિધિ તરીકે કામ કરતા આવા રાજકીય પક્ષોએ પછાત વર્ગને વધુ પછાત રાખવાનું અને પોતાની સત્તા અને એશોઅlરlમ   સદા બરકરાર રાખવાનું કામ માત્ર કર્યું હોય તેમ જણાય છે. રાજ્યો પણ પછાત રહી ગયા છે.


માત્ર રાજકારણ નહિ  દેશની બ્યુરોક્રસીમાં  પણ આ મોટા રાજ્યના અધિકારીઓનું વર્ચસ્વ જોવા મળે છે.
છતાં  તેઓ તેમની જ જનતાનું ભલું કરી શક્યl નથી . તે પણ  હકીકત છે.
એથી વિપરીત તેમનું વધારે શોષણ થતું હોય તેમ દેખાય છે.


જ્ઞાતિવાદ કે જાતિવાદ જેટલો ભયંકર રાજકારણમાં છે એથી પણ વિશેષ વિકરાળ સ્વરુપે દેશના સરકારી તંત્ર ,


બ્યુરોક્રસી, અધિકારી વર્ગ અને અન્ય વ્યવસાયો, નોકરી ધંધાઓમાં તેમજ અન્ય સંસ્થાઓમાં જોવા મળે છે.


દરેક જ્ઞાતિને રાજકીય પક્ષોમાં પોતાનું જૂથ અને વગ રહે તે જોવામાં અને પોતાની જ્ઞાતિનું વર્ચસ્વ જાળવવામાં રસ હોય છે.


ભારતમાં તમામ રાજકીય પક્ષોમાં ભયંકર રીતે  જ્ઞાતિવાદ નું જોર જોવા મળે છે.
જ્ઞાતિ આધારિત ટીકીટો ની વ્હેચણી, સતાની પ્રાપ્તિ,  હોદાની અને પદોની લહાણી , મંત્રીપદની લ્હાણી
આ બધુજ જ્ઞાતિ આધારિત છે.  
જે તે પક્ષના  નેતા જ્ઞાતિ અધારીત જ   આ તમામ કર્યો કરે છે.




         રાજકીય પક્ષો માટે આપણl    દેશમાં જ્ઞાતિ એ એક જ મોટી મેરીટ કહો કે લાયકાત કહો તો  તે છે.


બધાને વોટ બેંક સાચવવાની છે અને એ જ્ઞાતિ આધારિત હોય છે.


પ્રજા માનસ જ  જ્ઞાતિ આધારિત વોટ આપવા કે મતદાન કરવા  ટેવાઇ ગયું છે વરસોથી …
.આ સ્થિતિમાં પરીવર્તન કવચિત  જ આવે છે.


મહદ અંશે ૭૦ વરસથી દેશમાં આ જ પ્રજા માનસ અને રાજકીય   વાતાવરણ ચાલી રહ્યું છે.


આ જ્ઞાતિવાદ ક્યાં જઈને અટકશે તે કહેવું મુશ્કેલ છે.


 આ વિચારધારા કે ગ્રંથી  માત્ર અભણ કે પછાત વર્ગ જ નહિ શિક્ષિત અને  સુધરેલા કહેવાય તેવા લોકો માં પણ એટલીજ મજબુત છે.
શિક્ષિતો કે ઉચ્ચ  આસને બેઠેલા અધિકારીઓ , પ્રાધ્યાપકો , બ્યુરોક્રેટ્સ, પ્રોફેશનલ્સ વગેરે પણ જ્ઞાતિના વાડા અને નાતજાતના વાડા ની ગ્રંથીઓથી  ગ્રસ્ત છે.


નોકરીના લાભો જેવા કે  નિમણુક થી માંડીને બઢતી , કે બદલી  કે શિક્ષા વગેરેમાં પણ જ્ઞાતિવાદનું
વર્ચસ્વ મેરીટ કરતા મોટું છે.
જેમાંથી આપણl બ્યુરોક્રેટ્સ કે મોટા અધિકારીઓ પણ બાકાત નથી.


સરકારી કે બિનસરકારી  કે ખાનગી સંસ્થોમાં અને કચેરીઓમાં  આ વું વાતાવરણ છે.
ગામડા હોય કે શહેરો જ્ઞાતિવાદ થી શહેરનો સમાજ અને લોકો પણ એટલા જ  પ્રભાવિત છે.
અર્થાત જ્ઞાતિવાદ ના દુષણ થી ગ્રામ્ય વિસ્તાર   જ નહિ દેશના શહેરો પણ જ્ઞાતિવાદના
દુષણ થી અસરગ્રસ્ત છે. .


સમાજ વ્યવસ્થાજ જ્ઞાતિ આધારિત બની ગઈ છે .
જ્ઞાતિ જ આપણી સમાજ વ્યવસ્થાનો આધાર સ્થંભ હોય તેવી દશા દેશની છે.
પરિણામે તમામ ક્ષેત્રો  જ્ઞાતિઓના વાડાથી પ્રભાવિત છે.
અને આ દુષણ હવે સર્વવ્યાપી બની ગયું છે


આપણી લગ્ન વ્યવસ્થા નો પાયો પણ જ્ઞાતિ આધારિત  છે .
જે સ્થિતિ વરસોથી ચાલી આવતી હતી તેમાં  થોડા પરિવર્તનો અને ફેરફારો જરૂર થયા છે.


પણ  જ્ઞાતિઓ  ના બંધનો આજે પણ ઘણા લગ્નોમાં અlડે આવતા હોય છે.
ગામડા હોય કે શહેરો   પરિવારો હજુ જ્ઞાતિને તેની  બહારના લગ્નોને વિશેષ આવકારતા નથી.


હકીકત એ છે કે દુનિયામાં વિકાસ પામી રહેલા આપણl દેશની અસલી ઓળખ કે સંસ્કૃતિ  હજુ સુધી
જ્ઞાતિના માળખામાંથી મુક્ત થઇ શકી નથી.




















 







         



Sunday, December 9, 2018

ઘર ઘરની વાતો....


ઘર  ઘરની વાતો કરતા થાકી જઈએ એટલી વાતો છે. 
આજ કાલની વાતો તો છે જ પણ ગઈ કાલ ની પણ ઘણી બધી વાતો છે.
 પુરુષને માટે ઘરમાં  સ્ત્રીનું શોષણ  ન કરવાનો જમાનો ગયો હવે , એમ કહી શકાય. 
પણ સાવ એવું નથી. 

આજે પણ ખુબ જુનવાણી પરિવારો અને પુરુશો  છે જ, જયા ઘરમાં સ્ત્રી પર અત્યાચાર થાય છે.  અને વરસો થી થતા આવ્યા છે.  

તો સાવ ઊંધું હોય એવું આજે પણ થાય છે અને પહેલા પણ થતું હતું .

 એટલે કે પુરુષને જેમ બહુ જલ્દી ફાવટ છે સ્ત્રીના શોષણ કરવાની અને તેના પર અત્યચાર કરવાની ..
તે જ રીતે બહુ  જલ્દીથી  તે કહ્યાગરો કંથ પણ થઇ જાય છે અને થતો હતો.
તેમાં કઈ નવું નથી. 


હેન્ડ્પેક હસબન્ડ પહેલા પણ હતા અને આજે પણ છે. 

ક્રૂર રીતે ઘર ચલાવતી સ્ત્રીઓ પહેલા પણ હતી અને આજે પણ છે. 

તે રીતે પતિવ્રતા અને સમ્પૂર્ણ સમર્પિત ગૃહિણીઓ પહેલા પણ હતી અને આજે પણ છે. 

ભલે અપને એમ કહીએ કે જમાનો બદલાયો છે ...અમારા સમયમાં એમ નહોતું .
હવેના નવા જમાનાના છોકરાઓ ને પરિવારની માતાપિતાની કે વડીલોની પડી નથી. 

જો કે આવું તો દરેક સમયમાં  અને દરેક પેઢીને  ફિલ થાય છે ..


પરિવર્તન જેમ સનાતન છે. સમયની માંગ છે.
 તેમ પુનરાવર્તન પણ થતું આવ્યા જ કરે છે. 



   

હાઇકુ ....

રાજા કહે રાજ મારું અને
નિયમ પણ મારો ....

હું જ સોથી મોટો...
અને હું જ સાવ સાચો...

બાકી બધા ખોટા અને નાના ....
હું કહું તેમજ કરો....
તો જ રહો...
નહિતર થાય દેશનિકાલ...


................


એક છોકરો રીસાણો...
છાપા પાછળ સંતાણો....
છાપું ગયું ઉડી....

છોકરાએ પlડી ચીસ....
પેલી ઉડી પેલી ઉડી... .OMG....




Wednesday, December 5, 2018

પ્રેમ એક શક્તિ છે....

પ્રેમ એક શક્તિ છે...
પ્રેમ જિંદગીનું અમૃત છે.
પરંતુ પ્રેમ પામવો અને આપવો એ જેટલું સરળ લાગે છે તેટલું સરળ નથી. 
મનુષ્ય સ્વભાવે અહં કેન્દ્રી અને સ્વ કેન્દ્રી છે.
ગlઢ પ્રેમ એ સ્વ પ્રેમ છે. એમાં કોઈ શંકા નથી.
પહેલો પ્રેમ એ પણ સ્વ પ્રેમ જ છે.

પ્રત્યેક વ્યક્તિ જો કોઈને ગહન પ્રેમ ,સાચો પ્રેમ કરતો હોય તો તે પોતાની જાત ને જ કરે છે.
પોતાના કરતા વધારે -વિશેષ પ્રેમ એ બીજા કોઈને કરે છે,
એમ કહે તો કદાચ તેને પોતાને પણ ખબર નથી.
ખરે ખર તો એની જાત્ ને જ સવિશેષ પ્રેમ કરે છે બીજા કોઈને નહિ...
કારણ આખી જિંદગી જો કોઈની સોથી નજદીક છે તો પોતાની જાતની જ નજદીક છે.

તમે પણ સ્વને કેન્દ્રમાં રાખીને જ પ્રેમ કરો છો અને તમામ કlર્યો કરો છો .
ઇચ્છાઓ આશાઓ અને અપેક્ષાઓ રાખો છો .
પોતાને પ્રેમ કરતા અlપણે સો આપણી જાતને જ શ્રેષ્ઠ માનીએ છીએ.

આપણે આપણl વિષે જેટલો વિચાર કરીએ છીએ ,પ્રેમ કરીએ છીએ
એટલો અન્યને માટે કરી શકતા નથી.
ભલે થોડો સમય કદાચ કોઈને પ્રેમ વિશેષ કરતા હોઈએ.
પણ જીદગી આખી તો અlપણે અlપણી જાતને જ ચાહીએ છીએ.
અને આપણl માટે જ જીવીએ છીએ.

જીવનના જુદા જુદા તબક્કે અને સમયે આપણને આપણl કુટુંબીજનો કે પરિવારના
સભ્યો અલગ અલગ રીતે સાથ આપે છે.
બાળપણમાં માતા પિતા પછી ભાઈબહેન ત્યારબાદ પતિ પત્ની અને છેલ્લે બાળકો ...
અlમ જીવનયાત્રામાં મનુષ્ય પોતેજ કેન્દ્રમાં છે.
જીવન પથ પર સાથ આપનાર ,પ્રેમ ને હૂફ આપનાર વ્યક્તિઓ સંભાળ રાખનાર
પlત્રો બદલતા રહે છે.

જીવનનો મોટા ભાગનો સમય તમો પરિવારમાં કે સમાજમાં હોવા છતાં સ્વકેન્દ્રી રહો છો.
સ્વને કેન્દ્રમાં રાખીને જ પોતાના કlર્યો અને વિચારોને કેન્દ્રમાં રાખીનેજ જીવન વિતાવો છો
અને સમય વિતાવો છો...
અલબત એમાં જ બીજાના એટલેકે ,આસપાસના પરિવારના,
મિત્રો, સગાઓના કlર્યો કે પ્રસંગો પણ પlર પડે છે. પણ તમે તો કેન્દ્ર માં જ રહો છો..
તમારી જરૂરિયાત પણ કેન્દ્ર માં જ રાખીને કlર્યો કરો છો..

માનવી સ્વભાવે લાગણીશીલ તેમજ સામાજિક પ્રાણી છે.
તે પ્રેમ કરે છે. અને આપવા ઈચ્છે પણ છે.
અલબત વ્યક્તિની પ્રેમ કરવાની અને આપવાની શક્તિને તેની સીમાઓ હોય છે.
પ્રેમ કરવો અને પામવો બને તેની જરૂરિયાત છે. વ્યક્તિ પ્રેમ કરે છે અને આપવા પણ ઈચ્છે છે.
તે પણ પોતાના સંતોષ અને જરૂરિયાત ખાતર..આનંદને ખાતર..
વ્યક્તિની બીજા પlસે થી પ્રેમ પામવાની ઝંખના પણ અતુટ હોય છે.

પ્રેમ વગર માનવી વિહ્વળ બની જાય છે.
પ્રેમ વગર વ્યક્તિ એકલતા અને નિરાશા અનુભવે છે.
જીવનમાં પ્રેમ માં નિષ્ફળતા માનવીને તોડી નાખે છે.
જીવન પ્રત્યે હતાશ અને નેગેટીવ બનાવી દે છે.
લાગણીના સંબંધો માં દગા અને વિસ્વાસઘાત વ્યક્તિને
શરીરના ઘl કરતા પણ વિશેષ કારમો લાગે છે,
અને વધારે પીડાદાયક બને છે.
એમાંથી બહlર આવવા અને ટકવા માટે તેને સમય અને સહાયની જરૂર પણ રહે છે.

પ્રેમ એ શક્તિ છે .. પ્રેમ વગરની જીન્દગી ઝેર જેવી નકામી અને નીરસ લાગે છે.
વેરાન અને નિરર્થક લાગે છે .
પ્રેમનો અભાવે જિંદગીમાં ખાલીપણું લાગે છે અને જીવન ભારે તેમજ બોજરૂપ લાગે છે.

પ્રેમ વ્યક્તિની જરૂરિયાત છે .પ્રેમ જીવનનું અમૃત છે.
પ્રેમ એક શક્તિ છે. જીવનની સંજીવની છે.....