ઘર ઘરની વાતો કરતા થાકી જઈએ એટલી વાતો છે.
આજ કાલની વાતો તો છે જ પણ ગઈ કાલ ની પણ ઘણી બધી વાતો છે.
પુરુષને માટે ઘરમાં સ્ત્રીનું શોષણ ન કરવાનો જમાનો ગયો હવે , એમ કહી શકાય.
પણ સાવ એવું નથી.
આજે પણ ખુબ જુનવાણી પરિવારો અને પુરુશો છે જ, જયા ઘરમાં સ્ત્રી પર અત્યાચાર થાય છે. અને વરસો થી થતા આવ્યા છે.
તો સાવ ઊંધું હોય એવું આજે પણ થાય છે અને પહેલા પણ થતું હતું .
એટલે કે પુરુષને જેમ બહુ જલ્દી ફાવટ છે સ્ત્રીના શોષણ કરવાની અને તેના પર અત્યચાર કરવાની ..
તે જ રીતે બહુ જલ્દીથી તે કહ્યાગરો કંથ પણ થઇ જાય છે અને થતો હતો.
તેમાં કઈ નવું નથી.
હેન્ડ્પેક હસબન્ડ પહેલા પણ હતા અને આજે પણ છે.
ક્રૂર રીતે ઘર ચલાવતી સ્ત્રીઓ પહેલા પણ હતી અને આજે પણ છે.
તે રીતે પતિવ્રતા અને સમ્પૂર્ણ સમર્પિત ગૃહિણીઓ પહેલા પણ હતી અને આજે પણ છે.
ભલે અપને એમ કહીએ કે જમાનો બદલાયો છે ...અમારા સમયમાં એમ નહોતું .
હવેના નવા જમાનાના છોકરાઓ ને પરિવારની માતાપિતાની કે વડીલોની પડી નથી.
જો કે આવું તો દરેક સમયમાં અને દરેક પેઢીને ફિલ થાય છે ..
પરિવર્તન જેમ સનાતન છે. સમયની માંગ છે.
તેમ પુનરાવર્તન પણ થતું આવ્યા જ કરે છે.