Translate

Wednesday, December 5, 2018

પ્રેમ એક શક્તિ છે....

પ્રેમ એક શક્તિ છે...
પ્રેમ જિંદગીનું અમૃત છે.
પરંતુ પ્રેમ પામવો અને આપવો એ જેટલું સરળ લાગે છે તેટલું સરળ નથી. 
મનુષ્ય સ્વભાવે અહં કેન્દ્રી અને સ્વ કેન્દ્રી છે.
ગlઢ પ્રેમ એ સ્વ પ્રેમ છે. એમાં કોઈ શંકા નથી.
પહેલો પ્રેમ એ પણ સ્વ પ્રેમ જ છે.

પ્રત્યેક વ્યક્તિ જો કોઈને ગહન પ્રેમ ,સાચો પ્રેમ કરતો હોય તો તે પોતાની જાત ને જ કરે છે.
પોતાના કરતા વધારે -વિશેષ પ્રેમ એ બીજા કોઈને કરે છે,
એમ કહે તો કદાચ તેને પોતાને પણ ખબર નથી.
ખરે ખર તો એની જાત્ ને જ સવિશેષ પ્રેમ કરે છે બીજા કોઈને નહિ...
કારણ આખી જિંદગી જો કોઈની સોથી નજદીક છે તો પોતાની જાતની જ નજદીક છે.

તમે પણ સ્વને કેન્દ્રમાં રાખીને જ પ્રેમ કરો છો અને તમામ કlર્યો કરો છો .
ઇચ્છાઓ આશાઓ અને અપેક્ષાઓ રાખો છો .
પોતાને પ્રેમ કરતા અlપણે સો આપણી જાતને જ શ્રેષ્ઠ માનીએ છીએ.

આપણે આપણl વિષે જેટલો વિચાર કરીએ છીએ ,પ્રેમ કરીએ છીએ
એટલો અન્યને માટે કરી શકતા નથી.
ભલે થોડો સમય કદાચ કોઈને પ્રેમ વિશેષ કરતા હોઈએ.
પણ જીદગી આખી તો અlપણે અlપણી જાતને જ ચાહીએ છીએ.
અને આપણl માટે જ જીવીએ છીએ.

જીવનના જુદા જુદા તબક્કે અને સમયે આપણને આપણl કુટુંબીજનો કે પરિવારના
સભ્યો અલગ અલગ રીતે સાથ આપે છે.
બાળપણમાં માતા પિતા પછી ભાઈબહેન ત્યારબાદ પતિ પત્ની અને છેલ્લે બાળકો ...
અlમ જીવનયાત્રામાં મનુષ્ય પોતેજ કેન્દ્રમાં છે.
જીવન પથ પર સાથ આપનાર ,પ્રેમ ને હૂફ આપનાર વ્યક્તિઓ સંભાળ રાખનાર
પlત્રો બદલતા રહે છે.

જીવનનો મોટા ભાગનો સમય તમો પરિવારમાં કે સમાજમાં હોવા છતાં સ્વકેન્દ્રી રહો છો.
સ્વને કેન્દ્રમાં રાખીને જ પોતાના કlર્યો અને વિચારોને કેન્દ્રમાં રાખીનેજ જીવન વિતાવો છો
અને સમય વિતાવો છો...
અલબત એમાં જ બીજાના એટલેકે ,આસપાસના પરિવારના,
મિત્રો, સગાઓના કlર્યો કે પ્રસંગો પણ પlર પડે છે. પણ તમે તો કેન્દ્ર માં જ રહો છો..
તમારી જરૂરિયાત પણ કેન્દ્ર માં જ રાખીને કlર્યો કરો છો..

માનવી સ્વભાવે લાગણીશીલ તેમજ સામાજિક પ્રાણી છે.
તે પ્રેમ કરે છે. અને આપવા ઈચ્છે પણ છે.
અલબત વ્યક્તિની પ્રેમ કરવાની અને આપવાની શક્તિને તેની સીમાઓ હોય છે.
પ્રેમ કરવો અને પામવો બને તેની જરૂરિયાત છે. વ્યક્તિ પ્રેમ કરે છે અને આપવા પણ ઈચ્છે છે.
તે પણ પોતાના સંતોષ અને જરૂરિયાત ખાતર..આનંદને ખાતર..
વ્યક્તિની બીજા પlસે થી પ્રેમ પામવાની ઝંખના પણ અતુટ હોય છે.

પ્રેમ વગર માનવી વિહ્વળ બની જાય છે.
પ્રેમ વગર વ્યક્તિ એકલતા અને નિરાશા અનુભવે છે.
જીવનમાં પ્રેમ માં નિષ્ફળતા માનવીને તોડી નાખે છે.
જીવન પ્રત્યે હતાશ અને નેગેટીવ બનાવી દે છે.
લાગણીના સંબંધો માં દગા અને વિસ્વાસઘાત વ્યક્તિને
શરીરના ઘl કરતા પણ વિશેષ કારમો લાગે છે,
અને વધારે પીડાદાયક બને છે.
એમાંથી બહlર આવવા અને ટકવા માટે તેને સમય અને સહાયની જરૂર પણ રહે છે.

પ્રેમ એ શક્તિ છે .. પ્રેમ વગરની જીન્દગી ઝેર જેવી નકામી અને નીરસ લાગે છે.
વેરાન અને નિરર્થક લાગે છે .
પ્રેમનો અભાવે જિંદગીમાં ખાલીપણું લાગે છે અને જીવન ભારે તેમજ બોજરૂપ લાગે છે.

પ્રેમ વ્યક્તિની જરૂરિયાત છે .પ્રેમ જીવનનું અમૃત છે.
પ્રેમ એક શક્તિ છે. જીવનની સંજીવની છે.....