Translate

Monday, August 26, 2019

હાઇકુ......


હાય પૈસો.....

હાય પેસો
હાય પૈસો...
જિંદગી આખી કર્યું
પૈસાનું રટણ
સુખે સાંભરે સોની
અને દુઃખે રામ...
...........................................



પૈસાનું શું કામ....
તમે કરો તમારું કામ...
નથી આવતું કોઈ સાથે ...
પૈસા હોય કે સબંધો ..સગાઓ
બધું મૂકી જવાનું છે
એમનું એમ જ ..
અહીજ રહેશે સઘળું....



.............................
 આ જો ગંદકી....

આ ગંદકીનું કરવું શું?
આ ગંદકી ને કેમ કરવી દુર?
કોને કહીએ?
કોને ન કહીએ?
લોકો છે ગમે ત્યાં ટહુકે? અને થુંકે?...
જનતા રાજમાં કુડા- કચરા નાખીએ જેમ ..., તેમ..
દેશ અમારો ,ગામ અમારું ગંદુ ને ગોબરૂ....
શહેર અમારું ને
શેરી ,સોસાયટી અમાર્રી
બસ ગંદકી જ જ્યાં ત્યાં ભરી છે.....
જ્યાં જ્યાં નજર મારી ઠરે છે...ગંદકી ભરી છે દેશમાં બધેજ....

.............................................

મૌન.....


શબ્દો મોન છે। ...
સર્વત્ર નીરવ શાંતિ છે....
મૌનમાં જ યુધ્ધ છે...
મોતનું આ મોંન છે....
મૌન જગત ભાસે છે.......
શબ્દો બધા થાકી ગયા છે...
લાગણીઓના જરણા સુકાઈ ગયા છે....
મૌન સર્વત્ર વ્યાપી રહેલું છે....

......................................
  શોધ......
શોધ્યાં તમને ઘણા અમે...

જડ્યા નહિ તમે ક્યાંયે ....

છુપાયા છો કોઈ

આસમાનના વાદળોમાં
કે છુપાયા છો વૃક્ષોના જંગલોમાં ...

ધુંધી વળ્યા અમે બધે....

પણ જડ્યા નહિ તમે ક્યાંયે ....

કહો આ નજરો ક્યાં સુધી ....

આમ રહેશે તરસતી...
તમારી રાહમાં....

થાકી ગઈ પાપણો
હવે તો અમારી....
....................................
ચુંટણી.....

ચુંટણી આવી,
પૈસા લાવી ...
ચુંટણીની મોસમ,
પૈસા છલકાવે ...


બબાલ ચારે કોર
સૌ કરે ધમાલ
માલ માલ થાય,
જે કરે કમાલ..
ચુટણી. આવી
પૈસા લાવી....

............................................
રંગલાની  લહેર....

રંગલો કહે કમાણી નાની ..

અને ખર્ચા ઝાઝા ...
નથી પોસાતા હવે તો..
રંગલી કહે જl રાજા પાસે..
કહે મદદ કરે....
રંગલો કહે એમ કર,..
તુ ટીકીટ માંગ..
થઇ જાય બેડો પlર..
સાત જનમ કરશું લીલા લહેર.......

..................................................


રાજા કહે રાજ મારું અને
નિયમ પણ મારો ....


હું જ સોથી મોટો...
અને હું જ સાવ સાચો...


બાકી બધા ખોટા અને નાના ....
હું કહું તેમજ કરો....
તો જ રહો...
નહિતર થાય દેશનિકાલ...



................



એક છોકરો રીસાણો...
છાપા પાછળ સંતાણો....
છાપું ગયું ઉડી....


છોકરાએ પlડી ચીસ....
પેલી ઉડી પેલી ઉડી... .OMG....

OMG....OMG.....
ઓહ માય ગોડ....ઓહ માય ગોડ....




Friday, January 18, 2019

માતા પિતાને ભૂલશો નહિ....


સમયમાં પરિવર્તનની સાથે સાથે અlપણી પરિવાર પ્રથા પણ ઘણી બધી 
પરિવર્તિત થઇ છે.
પહેલાની સંયુક્ત પરિવારની પ્રથાએ હવે ન્યુક્લીયર ફેમિલીનું સ્થાન લીધું છે.
એટલે કે નાનું પરિવાર અને અલગ પરિવાર ઉભા થયા છે.
નોકરી ,અભ્યાસ, ધંધો તેમજ અન્ય જરૂરિયાતોને કારણે પરિવારો અલગ અલગ ગામ કે શહેરમાં જઈને વસ્યા છે.

તો પણ આ જ જરૂરિયાતના કારણે વૃદ્ધ થઇ ગયેલા માતા કે પિતાની જવાબદારી કે બનેની જવાબદારી દીકરાઓએ
આજે પણ નિભાવવી પડે છે.
કેટલાક અપવાદ પરિવારોમાં દીકરીઓ પણ આવી જવાબદારી બજાવે છે.

બાળક જન્મે છે ત્યારે જ માતાપિતાની અભિલાષા -આશાઓ એના લાલન પાલનમાં સાથે સાથે જ ઉછરે છે.
માતાના ગર્ભમાં બાળક ઉછરતું હોય ત્યારથીજ તેના યુવાન માતા પિતા એટલેકે યુવા દંપતી બાળક માટે
શું શું કરવું જોઈએ એને સારી રીતે કેમ ઉછેરવું ,શું બનાવવો વગેરે અનેક સોનેરી સ્વપ્નાઓ માં રચતા હોય છે.
દંપતી વચચે આ બાબતે લાંબી લાંબી ચર્ચાઓ અને મીઠી રકઝક પણ અવારનવાર થયા કરે છે.

હવે સંયુક્ત પરિવારો નોકરી ધંધા વગેરે કારણોવશાત તૂટી રહ્યા છે .
યુવાન બાળકો અને યુવાન પતિપત્ની ને અલગ ઘર વસાવવું પડે છે.
માતાપિતા વૃધ્ધ થાય તો બીજી તરફ બlળકો યુવાન થાય અને લગ્ન થાય નોકરી ધંધા માં વ્યસ્ત થાય.
ઘણા કિસ્સાઓમાં તેમનો અલગ ઘર સંસાર વસાવે કે બાળકો થતા તેમનું મોટા ભાગનું ધ્યાન
પોતાના બાળકોના ઉછેરમાં લાગી જાય.

આ એ સમય આવે છે જયારે યુવાન માતાપિતા થયેલા દંપતી પોતાના માતાપિતાએ કેવા કેવા ત્રાસ વેઠ્યા હતા
,અને પોતાને મોટા કર્યા છે તે ભૂલતા જાય છે.

પોતાના ઉછેર પાછળ કઈ રીતે ઝીણી ઝીણી બાબતોની કાળજી લીધી હતી , રાતો ની રાતો જાગીને તેમને સાચવ્યા હતા
તે બાળક યુવાનીને ઉંબરે આવતા ભૂલતો જાય છે.

લગ્ન પછી ભૂતકાળને ખંખેરવાના પ્રર્યાસ તરીકે માતા પિતા પ્રત્યેનો સ્નેહ, પ્રેમ અને ઉષ્મા ઓસરતા જlય છે.
પછી માત્ર જવાબદારી કે સમાજમાં પોતાની આબરુ અને ઈજ્જત જાળવવાની ચિતામાં માતાપિતાને સાચવે છે.
અને સાથે રાખે છે.
વળી જો મિલકત અને પેસા ,મોટી ઉંમરે પણ માતાપિતા પાસે હોય તો મિલકત અને પેસા માટે પણ તેમના યુવાનો
પુત્રો અને પુત્રવધુઓ તેમનું મlન સન્માન જાળવે છે.

યુવાન માતા પિતાનું એટલે કે પતિ પત્નીનું ધ્યાન પોતાના બાળકો પ્રત્યે વિશેષ રહે છે..
પોતાના બાળકોને સાચવવા અને ઉછેરવા તરફ તેમનો સમય અને શક્તિ અને ધન ખર્ચાય છે.
એટલે વૃદ્ધ માતા પિતા તરફ ધ્યાન ઓસરતું જાય છે.
તેમની સહજ રીતે ઉપેક્ષા કરે છે.
સમય નથી મળતો . બધે પહોચતું નથી વળlતું વગેરે કારણો મુખ્ય બની જાય છે.

ઘણા પરિવારોમાં તો બહુ ખરાબ વર્તન પણ વૃદ્ધો સાથે- માતા પિતા સાથે રાખવામાં આવે છે.
તેમની તબિયતની ઉપેક્ષા, ખાવા - પીવાની ઉપેક્ષા માત્ર પરlણે સાથે રાખતા હોય તેવું વર્તન રાખે છે.
માં કે બાપ બીમાર હોય ત્યારે દવા કે ડોક્ટરની તો વાત જ નહિ પણ તેમના પોતાના કામ કરી ન શકતા હોય
તો મદદરૂપ પણ નથી થતા.
સેવાની તો વાત જ ક્યાં આવી?
તેમ ને જમવાનું આપવા કે પૂછવાનો વિવેક પણ નથી જળવાતો.
અરે માનવતા જ ના હોય તેવો ક્રૂર વ્યવહાર પણ થાય છે.

ઘણા સંતાનો પોતાના માતા પિતાને ખરાબ વર્તન કરીને વૃદ્ધાશ્રમમાં પણ મોકલી આપે છે.
આપણl વૃધાશ્રમોમાં લગભગ અlવl જ વડીલો જોવા મળે છે.

આવા યુવાન દંપતીઓએ એમ વિચારવાની જરૂર છે કે તેમના સંતાનો મોટા થશે
અને તેઓ વૃદ્ધ થશે ત્યારે પોતાના સંતાનો પણ તેમની સાથે આવા પ્રકારનું જ વર્તન અને વ્યવહાર રાખી શકે છે. .
પોતાના બાળકો પણ યુવાન વયે આ જરીતે તેમના તરફ ઉષ્માવિહીન અને બેદરકાર બની જશે તો ?

સમય ને કોઈ રોકી શકતું નથી, સમય વહેતી નદી જેવો છે તેને પકડી શકlતો નથી.
માતા પિતાની મોટી ઉંમ રે ઉપેક્ષા કરતl આ યુવાનોએ બે મિનીટ થોભી જઈને વિચારવાની જરૂર છે કે
પોતે પણ વડીલ થશે ત્યારે તેમના સંતાનો પણ એમ જ કરી શકે છે.

આજના યુવlનો પણ જયારે ઉમરલાયક થશે અને તેમના સંતાનો યુવાન થશે ત્યારે તેમના બાળકો પણ
આવી જ ઉપેક્ષા અને વર્તન તેમની સાથે રાખશે.....

દરેક પુખ્ત વ્યક્તિએ એમ વિચારીને જ,સત્ય હકીકત સ્વીકારીને , સમજીને તેમના વૃદ્ધ થઇ ગયેલા કે
નિવૃત અને બીમાર માતા પિતાની સેવા અને પ્રેમ ભર્યો વર્તન -વ્યવહાર તેમની સાથે રlખવl જોઈએ
માત્ર પેસા કે મિલકત ખાતર નહિ પણ પોતાની સાથે પોતાના સંતાનો મોટી ઉમરે સારો અને પ્રેમભર્યો વર્તન રાખે
તે માટે પણ પોતાના
માતાપિતા સાથે સારો વર્તાવ રાખવો અને તેમની સેવા કરવી જોઈએ.

એટલુ જ નહી પણ ઘરના વડીલો અને દાદાદાદી ની સેવા કરવાની તાલીમ પોતાના
બાળકોને પણ નાનપણથી જ આપવી જોઈએ.

પોતાના બાળકોની જેમ સlર સંભાળ અને કાળજી લે છે તેમજ ઉછેર કરે છે,
તેમની સાથે જેમ ઉષ્મા ભર્યો ,પ્રેમ ભર્યો વર્તાવ રાખવlમાં આવે છે,તેવો
જ વર્તાવ માતા પિતા સાથે પણ રાખવો જોઈએ.

પરિવારનો આધારસ્તંભ છે માતાપિતા તે ન ભૂલશો.
તમને આ દુનિયામાં લાવનાર તમારા માતપિતા છે.
તમારી જિંદગી તમારા માતાપિતાએ તમને આપી છે.
એ યાદ રાખશો હમેશા....



























-

પોઝીટીવ રહો.....

હકારાત્મક રર્હેવાથી જ સફળ થવાય..
સફળતાની શરત પોઝીટીવ વલણ અને વિચારો છે
નિષ્ફળતામાંથી સફળતા મળે છે.
પણ એ ક્યારે જયારે તમે
પોઝીટીવ વિચારો ત્યારેજ..
એટલેકે હકારાત્મક રીતે નિષ્ફળતા માંથી રસ્તો કાઢી શકો તો
અlપોઅlપ સફળતાની સીડીઓ ચડી શકો.

તેજ રીતે હકારાત્મક રહેવું એ સુખી થવાની પહેલી શરત છે
એટલેકે હકારત્મક -પોઝીટીવ રહેશો તો જ
શાંતિ મળશે. સુખ મળશે અને આનંદ મળશે.

આજકાલ લોકો વધારે પડતા અશાંત અને અસુરક્ષા અનુભવે છે અને ચિતા કરે છે
એનું કારણ જ હકારત્મ્કતા- પોઝીટીવનેસ નો અભાવ છે.

મારો ધર્મ જ શ્રેષ્ઠ છે અને બીજાનો નહિ. એમ માનવું એટલે નકારાત્મકતા..
તમામ ધર્મો નો અlદર કરવા હકારત્મકતા જોઈએ. પોઝીટીવ થવું પડેછે.

તમે સમજી શકશો કે માત્ર વ્યક્તિના જીવનમાં જ નહિ સમાજમાં
પણ પોઝીટીવ અભિગમ કે હકારત્મક અભિગમ અને વિચાર જ શાંતિ અને સદભાવ નું સજર્ન કરી શકે છે.

બીજાના અસ્તિત્વને સ્વીકારવું ,મlન સન્માન આપવો
એ કlમ માત્ર પોઝીટીવ વ્યક્તિ જ કરી શકે છે .

આપણl પૂર્વજ પોઝીટીવ નહોતા એટલે લડાઈઓ થતી અને યુદ્ધો થતા હતા.
આજે જ્યાં નેગેટીવ વલણ છે ત્યાં દુખ અને લડાઈઓ ,યુદ્ધો છે .
હિસા છે. પોજીટીવ વલણ હિંસાને દુર કરે છે.
અને અહીસક વાતાવરણ દેશમાં અને સમાજમાં ઉભું કરે છે.
વ્યક્તિના જીવનને આનંદમય બનાવે છે.

હકારાત્મક કે પોઝીટીવ રહેવું એ બહુ સહેલું નથી.
મોટાભાગના લોકો નકારાત્મક હોય છે કે નેગેટીવ વધુ જોવા મળે છે.
એટલે જ સંઘર્ષો ઉભાથાય છે.વાતાવરણ બગડે છે.





શાંતિ માટે હકારાત્મક ર હેવું જરૂરી છે.
આનંદ હકારાત્મક થવાથીજ મળી શકે.
સુખી થવા પોઝીટીવ રહેવું એ મુખ્ય શરત છે.
તો સફળતાની પ્રાપ્તિ માટે પણ હકારlત્મક બનવું જરૂરી છે.

વિકાસ કરવો હોય તો પોઝીટીવ વિચારો અને વલણ રાખવું જ પડે.

વ્યક્તિને શાંતિ માટે ,સુખ માટે અને સફળતા માટે હકારાત્મક બનવું આવશ્યક છે.
તમારા નેગેટીવ વલણ અને વિચારો ઉપર તમારે જાતે જ બ્રેક મુક્તl શીખવું પડશે.

એટલે જો જીવનમાં સુખ ,શાંતિ અને સફળતા જોઈએ તો આજથી જ પોઝીટીવ બનો.
આસપાસના લોકોને પણ હકારત્મક -પોઝીટીવ બનlવવા પ્રયાસ કરો.
આ જો મુશ્કેલ હોય તો પણ અશક્ય તો નથીજ...

Saturday, January 12, 2019

સફળતા નો  ગુરુ મંત્ર……

આપણને સોને દરેક કાર્યમાં સફળતા જોઈએ છે. કોઈને નિષ્ફળ થવું નથી.. નથી ગમતું…


સુખ અને સફળતા બને સોને જોઈએ છે. મનુષ્ય દરેક કાર્યમાં સુખ શોધે છે અને ઝંખે છે. સફળતા પણ એને જોઈએ છે ...ખાસ કરીને યુવાન અને વિદ્યારથી તેના અભ્યાસમાં અને કારકિર્દીમાં સફળતા જ ઝંખે છે. અને પ્રયાસ પણ કરે છે કે તે સફળ થાય.

ઘણીવાર એવું બને છેકે અlપણી આસપાસ ઘણા ને સફળતા જલ્દી મળી જાય છે.
જયારે  કે ટલાક બહુ
મહેનતે સફળ થાય છે. કેટલાક ને સફળતા  પ્રસાદીની માફક
મળે છે. તો ઘણા મહામહેનતે માંડ માંડ હાસલ કરે છે.


 આપણે આવા કેસોને નસીબ પણ કહીએ છીએ.. એટલેકે જલ્દી મળતી સફળતા નસીબના કારણે છે એમ કહીએ છીએ.


જોકે મોટાભાગના કેસોમાં સફળતાનો ક્રમ નિષ્ફળતા પછી જ આવે છે.
અહી નોધી ન શકાય એવા ઘણાં બધા કિસ્સા છે કે તમને  ખાતરી થશે કે સફળતા જોઈતી હોય તો નિષ્ફળતાનો પણ સ્વીકાર કરવો પડે છે.
અને હાર્યા થાક્યા વગર ધ્યેય સુધી પહોચવા મડી  પડ્યા હોય તેમને
અંતે સફળતા મળે છે.

પાના ભરીએ તો પણ ખૂટે નહિ, અનેક પુસ્તકો ભરીને  લખી શકાય એવl નિષ્ફળતl પછીની સફળતાના કિસ્સાઓ ઇતિહાસમાં અને અlપણી આસપાસ પણ પડ્યા જ છે.

એટલેકે નિષ્ફળતl એ જ સફળતાનો ગુરુમંત્ર છે ?? ચાવી  છે ??




      



પર્યાવરણ.....

પર્યાવરણ...ગંદકી......

ગંદકી ની બાબતમાં આ દેશ અગ્ર ક્રમે આવે છે.
વિકાસની દિશામાં આગેકુચ કરતો આ દેશ હજુ કચરા અને ગંદકીના નિકાલમાં પાછળ છે
અદાલત અને હાઇકોર્ટ ની વારંવારની સૂચનાઓ પછી પણ સ્થિતિ
સુધરી શકતી નથી તે આપણી કમનસીબી છે.

કચરlના નિકાલ માટે અlપણે ત્યાં કોઈ અદ્યતન વ્યવસ્થા નથી.
સોસયટીઓથી માંડીને પોળો કે મોટા માર્ગો કે કોમર્સીઅલ સેન્ટરો
જ્યાં ત્યાં કચરાના
ઢગલા ઠેર ઠેર વેરવિખેર રીતે પડેલા જોવા મળે છે
એક બીજાના પ્રાંગણમાં કચરો ફેકી દેવાની
લોકોની ટેવમાં કોઈ ફેરબદલ થયો હોય તેમ દેખાતું નથી.

ચોમાસામાં તો રોગચાળો ફેલાય જ છે .પણ વરસના બીજા દહાડા
પણ આ ગંદકી અને પ્રદુષણ આરોગ્યને માટે હાનિકર્તા છે.


લાગે છે કે આપણે આપણી આસપાસ ગંદકી અને પ્રદુષણ
જોવા માટે ટેવાઇ ગયા છીએ.
આપણને જાણે કે સુંદરતા અને સ્વસ્છતા જોવી ગમતી જ નથી.
ગંદકી આપણને જરા પણ ખૂંચતી જ નથી.
રસ્તા પર ગમે ત્યાં કચરો નાખી શકાય, કે પાનની
પીચકારી મારી શકાય.


આ દેશમાં લોકશાહી માં બધું જ ચાલે એમ આપણી પ્રજા સમજી રહી છે.

નદીમાં કચરો નાખી શકાય,સમુદ્ર તટે ગમે તે ફેકી શકાય એમ આપણને લાગે છે.
પર્યાવરણની ચિતા કરવી એ આપણું કામ નથી
. આપણને બસ બધી જ છુટ છે ,ગમે તે કરો ,ગમે તેમ રહો.
અlપણી કોઈ ફરજ કે કર્તવ્ય નથી.
માત્ર લોકશાહીના કારણે અધિકારો જ છે .
આપણl શહેરના બાગ બગીચાઓ એમ પણ ઓછા છે ,
જે છે ત્યાં સારી સંભાળ કે માવજત નથી હોતી અને આપણે ગંદકી કરીએ તે અલગ.
.ફૂલ છોડ ઓછા થઇ રહ્યા છે.
ઝાડો કપાય છે અને નવા વવાય પણ છે પણ એમાંથી બહુ ઓછા મોટા થાય છે .
હરિયાળી ઓછી થતી જાય છે. પર્યાવરણની ચિતા આપણી નથી.
માત્ર આ શહેરજ નહી ગુજરાતના મોટા ભાગના શહેરો અને દેશના મોટા ભાગના શહેરો ની આ દશા છે.




ગંગા નદીના પ્રદુષણ બાબતે કરોડો ખર્ચાયા અને હજુ ખર્ચાશે પણ
ગંગા મેલી જ રહી છે.
આ માટે સર્વોચ્ચ અદાલતમાં કેસો થયા છે અને ચાલે છે.
અદાલતે સરકારની ટીકાઓ પણ કરી અને ટકોરો પણ થઇ.
છતાં હજુ પરિસ્થિતિ માં નોધપાત્ર સુધારો નથી દેખાતો.

અયોધ્યા, અલ્હાબાદ, વારાણસી , જેવા દેશના પવિત્ર સ્થાનોએ તો
ગંદકી દુર થવાનું જાણે કે નામ જ લેતી નથી.
એમ લાગે છે કે દેશ ની જનતા અને સરકારને સ્વચ્છતા કે પર્યાવરણની
ખબર જ ન હોય અને પડી પણ ન હોય .

આપણl દેશ ના અને અlપણl સોના આરોગ્ય માટે પણ અlપણે
પ્રદુષણ અને ગંદકી સામે લડવાની જરૂર છે.
જેથી પર્યાવરણ અને સ્વચ્છતા જાળવી શકાય.


આ દેશમાં ઘણા શહેરો એવા અવશ્ય છે જ્યાં સુંદરતા અને સ્વછતા જોવા મળશે.
પણ આધુનિકતા અને સાધનોના અભાવે બીજા રાષ્ટ્રોની સરખામણીમાં નબળા પુરવાર થાય તેમ છે.
વિશ્વના અનેક દેશો ખુબ આગળ વધી ગયા છે.
એક વખતના ગંદા રાષ્ટ્રો પણ સુંદર અને આધુનિક બની ગયા છે.
ખાસ કરીને એશિયાના મલેશિયા, થlઈલે ડ,જેવા દેશો સ્વચ્છતા
અને સુંદરતા અપનાવી પર્યાવરણ ની જાળવણી થી અlધુનીક બની ગયl છે
એટલે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે.

આપણl કરતા વધુ વસ્તી ધરાવતું ચીન અને એના શહેરો ખુબ ભવ્ય અને સુંદર થયા છે.
પર્યાવરણની ચિંતા અને સ્વસ્છતા ની ચિતા ત્યાં પ્રજા અને સરકાર બને કરે છે ,
અને દરકાર પણ એટલીજ કરે છે.

સુંદર અને સ્વચ્છ શહેર અને દેશ જ પ્રવાસીઓને આકર્ષે છે.
ગંદકી અને પ્રદુષણ પ્રવાસન ઉદ્યોગ માટે નેગેટીવ સાબિત થlય છે.
આરોગ્ય માટે તો ઘણા હાનીકારક છે.


માત્ર મોંઘી જાહેરખબરો કરવાથી પર્યાવરણની જાળવણી કે જાગ્રતતા નહી આવે.
કડક શિસ્ત ,કાયદાનું પાલન પણ એટલા જ જરૂરી છે.
સાથે સાથે આધુનિક સાધનો અને ટેકનીક નો ઉપયોગ પણ કરવો જ પડે..


ન્યુયોર્કમાં ગંદકી કરના ર અને જ્યાં ત્યા કચરો ફેકનારા પાસેથી
સારી એવી દંડની કમાણી સ્થાનિક સતાવાળાઓ દર વરસે કરી લે છે
બીજા શહેરો તેમજ દેશોમાં પણ ગંદકી અને જાહેર સ્વચ્છતા
તેમજ પર્યાવરણ જાળવણી માટે કડક કાયદા અને શિસ્ત છે.
તેમજ તેનું પાલન પણ એટલુ જ સખ્ત રીતે કરવામાં આવે છે.
લોકશાહી છે ત્યાં પણ અlવl કડક કાયદા અને તેનું પાલન
સતાધીશો દ્વારા થાય છે.


આપણl ઘણા શહેર માં સ્થાનિક સતાધીશો દ્વારા સફાઈના કામકાજમા
તેમજ પર્યાવરણની જાળવણીમાં ખાસ ધ્યાન આપવામાં આવે છે.
વળી શહેરોનું પોતાનું સોંદર્ય પણ છે.
અને જનતા પણ સાથ આપે છે.ત્યાં પરિસ્થિતિ સારી છે.
વસ્તીની મર્યાદા પણ મહત્વની છે.
ખાસ કરીને દક્ષિણ ભlરતના રાજ્યો માટે એમ કહી શકાય.

જયારે ઉતર ભારતના કે મધ્ય ભારતના ગુજરાત,રાજસ્થાન,બિહાર જેવા રlજ્યોંના શહેરોની વસ્તી પણ વધારે છે.
એટલે ગદકી સહિતના પ્રદુષણ ના પ્રશ્નો ગંભીર છે.
હાલ તો દેશની રાજધાની દીલ્હીજ પ્રદુષણ અને કચરાના નિકાલની ગંદકીની સમસ્યાથી સોથી વધુ ખરાબ સ્થિતિમાં છે.
શહેર ની વસ્તી પણ એક કરોડને પlર પહોચી ગઈ છે .
શહેરની સમસ્યાઓ પારાવાર વધી ગઈ છે.

આપણl ભાગ્યેજ કોઈ શહેર વ્યવસ્થિત આયોજન અને પર્યાવરણની દ્રષ્ટીએ ઉતમ કહી શકાય તેવા છે.
આડેધડ વિકાસ અને બાંધકામો તેમજ ગંદકી અને ટ્રાફિકની સમસ્યા એ શહેરો ની ઓળખ બની ગઈ છે.
બાગ બગીચાઓ અને વૃક્ષોનો છેદ ઉડી ગયો છે.
જે છે તે પણ ખરાબ હાલતમાં અને નવા ઉગાડવામાં આવે છે તો મોટા થતા જ નથી જાળવણીના અભાવે…
શહેરના સોંદર્ય અને પર્યાવરણની કોઈને જાણે કે પડી જ નથી.
કોણ જાણે કેમ આપણl માટે આ મહત્વની બાબત જ નથી.



શોચાલયો જો ઘણા ઘરો કે કાચા ઘરોમાં નથી તો જાહેર સ્થાનોએ પણ નથી.
જે છે તે પણ ખરાબ હાલતમાં હોય છે.
પર્યાવરણ જાળવણી કે ગંદકી પ્રત્યે અlપણે જરાપણ સવેદનશીલ નથી.

ગામડા ની સ્થિતિ તો એથી પણ વિશેષ ભયંકર છે.
પાકા રસ્તl ન મળે કે ન મળે પાકા ઘરો…
બીજી સગવડો નો પણ અભાવ..
અરે શોચાલય જેવી સુવિધાઓ પણ નથી આપણl ગામડાઓમાં કે ઘરોમાં .
પાણી ને વીજળીની સુવિધા પણ ગામડાના ઘરોમાં નથી.
આ ગામડા ના મોટાભાગના ઘરોના હાલ છે. .


વિકાસતો ઘણો કર્યો છે પણ આપણl શહેરો અને ગામડાઓ માં આયોજન અને
વ્યવસ્થાના અભાવે લોકોના જાહેર આરોગ્ય ના પ્રશ્નો અવારનવાર ચાલ્યા કરે છે.

ખાસ કરીને રસ્તાઓની અને શહેરોની હાલત ચોમાસામાં તો બહુજ ખરાબ બની જાય છે.
વરસાદ તો આપણી જીવન જરુરિયાત છે એને કેમ ના પlડી શકીએ,એના વગર પણ નજ ચાલે..
શહેરી અને ગ્રામ્ય મેનેજમેન્ટ અને પ્લાનીંગમાં આપણે લગભગ નિષ્ફળ ગયા છીએ .
બીજી તરફ બજેટમાં દર વરસે અબજો રૂપિયા આ બધા પાછળ ખર્ચાય છે.