Translate

Friday, January 18, 2019

માતા પિતાને ભૂલશો નહિ....


સમયમાં પરિવર્તનની સાથે સાથે અlપણી પરિવાર પ્રથા પણ ઘણી બધી 
પરિવર્તિત થઇ છે.
પહેલાની સંયુક્ત પરિવારની પ્રથાએ હવે ન્યુક્લીયર ફેમિલીનું સ્થાન લીધું છે.
એટલે કે નાનું પરિવાર અને અલગ પરિવાર ઉભા થયા છે.
નોકરી ,અભ્યાસ, ધંધો તેમજ અન્ય જરૂરિયાતોને કારણે પરિવારો અલગ અલગ ગામ કે શહેરમાં જઈને વસ્યા છે.

તો પણ આ જ જરૂરિયાતના કારણે વૃદ્ધ થઇ ગયેલા માતા કે પિતાની જવાબદારી કે બનેની જવાબદારી દીકરાઓએ
આજે પણ નિભાવવી પડે છે.
કેટલાક અપવાદ પરિવારોમાં દીકરીઓ પણ આવી જવાબદારી બજાવે છે.

બાળક જન્મે છે ત્યારે જ માતાપિતાની અભિલાષા -આશાઓ એના લાલન પાલનમાં સાથે સાથે જ ઉછરે છે.
માતાના ગર્ભમાં બાળક ઉછરતું હોય ત્યારથીજ તેના યુવાન માતા પિતા એટલેકે યુવા દંપતી બાળક માટે
શું શું કરવું જોઈએ એને સારી રીતે કેમ ઉછેરવું ,શું બનાવવો વગેરે અનેક સોનેરી સ્વપ્નાઓ માં રચતા હોય છે.
દંપતી વચચે આ બાબતે લાંબી લાંબી ચર્ચાઓ અને મીઠી રકઝક પણ અવારનવાર થયા કરે છે.

હવે સંયુક્ત પરિવારો નોકરી ધંધા વગેરે કારણોવશાત તૂટી રહ્યા છે .
યુવાન બાળકો અને યુવાન પતિપત્ની ને અલગ ઘર વસાવવું પડે છે.
માતાપિતા વૃધ્ધ થાય તો બીજી તરફ બlળકો યુવાન થાય અને લગ્ન થાય નોકરી ધંધા માં વ્યસ્ત થાય.
ઘણા કિસ્સાઓમાં તેમનો અલગ ઘર સંસાર વસાવે કે બાળકો થતા તેમનું મોટા ભાગનું ધ્યાન
પોતાના બાળકોના ઉછેરમાં લાગી જાય.

આ એ સમય આવે છે જયારે યુવાન માતાપિતા થયેલા દંપતી પોતાના માતાપિતાએ કેવા કેવા ત્રાસ વેઠ્યા હતા
,અને પોતાને મોટા કર્યા છે તે ભૂલતા જાય છે.

પોતાના ઉછેર પાછળ કઈ રીતે ઝીણી ઝીણી બાબતોની કાળજી લીધી હતી , રાતો ની રાતો જાગીને તેમને સાચવ્યા હતા
તે બાળક યુવાનીને ઉંબરે આવતા ભૂલતો જાય છે.

લગ્ન પછી ભૂતકાળને ખંખેરવાના પ્રર્યાસ તરીકે માતા પિતા પ્રત્યેનો સ્નેહ, પ્રેમ અને ઉષ્મા ઓસરતા જlય છે.
પછી માત્ર જવાબદારી કે સમાજમાં પોતાની આબરુ અને ઈજ્જત જાળવવાની ચિતામાં માતાપિતાને સાચવે છે.
અને સાથે રાખે છે.
વળી જો મિલકત અને પેસા ,મોટી ઉંમરે પણ માતાપિતા પાસે હોય તો મિલકત અને પેસા માટે પણ તેમના યુવાનો
પુત્રો અને પુત્રવધુઓ તેમનું મlન સન્માન જાળવે છે.

યુવાન માતા પિતાનું એટલે કે પતિ પત્નીનું ધ્યાન પોતાના બાળકો પ્રત્યે વિશેષ રહે છે..
પોતાના બાળકોને સાચવવા અને ઉછેરવા તરફ તેમનો સમય અને શક્તિ અને ધન ખર્ચાય છે.
એટલે વૃદ્ધ માતા પિતા તરફ ધ્યાન ઓસરતું જાય છે.
તેમની સહજ રીતે ઉપેક્ષા કરે છે.
સમય નથી મળતો . બધે પહોચતું નથી વળlતું વગેરે કારણો મુખ્ય બની જાય છે.

ઘણા પરિવારોમાં તો બહુ ખરાબ વર્તન પણ વૃદ્ધો સાથે- માતા પિતા સાથે રાખવામાં આવે છે.
તેમની તબિયતની ઉપેક્ષા, ખાવા - પીવાની ઉપેક્ષા માત્ર પરlણે સાથે રાખતા હોય તેવું વર્તન રાખે છે.
માં કે બાપ બીમાર હોય ત્યારે દવા કે ડોક્ટરની તો વાત જ નહિ પણ તેમના પોતાના કામ કરી ન શકતા હોય
તો મદદરૂપ પણ નથી થતા.
સેવાની તો વાત જ ક્યાં આવી?
તેમ ને જમવાનું આપવા કે પૂછવાનો વિવેક પણ નથી જળવાતો.
અરે માનવતા જ ના હોય તેવો ક્રૂર વ્યવહાર પણ થાય છે.

ઘણા સંતાનો પોતાના માતા પિતાને ખરાબ વર્તન કરીને વૃદ્ધાશ્રમમાં પણ મોકલી આપે છે.
આપણl વૃધાશ્રમોમાં લગભગ અlવl જ વડીલો જોવા મળે છે.

આવા યુવાન દંપતીઓએ એમ વિચારવાની જરૂર છે કે તેમના સંતાનો મોટા થશે
અને તેઓ વૃદ્ધ થશે ત્યારે પોતાના સંતાનો પણ તેમની સાથે આવા પ્રકારનું જ વર્તન અને વ્યવહાર રાખી શકે છે. .
પોતાના બાળકો પણ યુવાન વયે આ જરીતે તેમના તરફ ઉષ્માવિહીન અને બેદરકાર બની જશે તો ?

સમય ને કોઈ રોકી શકતું નથી, સમય વહેતી નદી જેવો છે તેને પકડી શકlતો નથી.
માતા પિતાની મોટી ઉંમ રે ઉપેક્ષા કરતl આ યુવાનોએ બે મિનીટ થોભી જઈને વિચારવાની જરૂર છે કે
પોતે પણ વડીલ થશે ત્યારે તેમના સંતાનો પણ એમ જ કરી શકે છે.

આજના યુવlનો પણ જયારે ઉમરલાયક થશે અને તેમના સંતાનો યુવાન થશે ત્યારે તેમના બાળકો પણ
આવી જ ઉપેક્ષા અને વર્તન તેમની સાથે રાખશે.....

દરેક પુખ્ત વ્યક્તિએ એમ વિચારીને જ,સત્ય હકીકત સ્વીકારીને , સમજીને તેમના વૃદ્ધ થઇ ગયેલા કે
નિવૃત અને બીમાર માતા પિતાની સેવા અને પ્રેમ ભર્યો વર્તન -વ્યવહાર તેમની સાથે રlખવl જોઈએ
માત્ર પેસા કે મિલકત ખાતર નહિ પણ પોતાની સાથે પોતાના સંતાનો મોટી ઉમરે સારો અને પ્રેમભર્યો વર્તન રાખે
તે માટે પણ પોતાના
માતાપિતા સાથે સારો વર્તાવ રાખવો અને તેમની સેવા કરવી જોઈએ.

એટલુ જ નહી પણ ઘરના વડીલો અને દાદાદાદી ની સેવા કરવાની તાલીમ પોતાના
બાળકોને પણ નાનપણથી જ આપવી જોઈએ.

પોતાના બાળકોની જેમ સlર સંભાળ અને કાળજી લે છે તેમજ ઉછેર કરે છે,
તેમની સાથે જેમ ઉષ્મા ભર્યો ,પ્રેમ ભર્યો વર્તાવ રાખવlમાં આવે છે,તેવો
જ વર્તાવ માતા પિતા સાથે પણ રાખવો જોઈએ.

પરિવારનો આધારસ્તંભ છે માતાપિતા તે ન ભૂલશો.
તમને આ દુનિયામાં લાવનાર તમારા માતપિતા છે.
તમારી જિંદગી તમારા માતાપિતાએ તમને આપી છે.
એ યાદ રાખશો હમેશા....



























-